October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આધુનિક યુગમાં થતી છેતરપિંડીથી બચવા જનજાગૃતિ આવે તેને લઈને સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.09: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ગણેશ નગર સ્‍થિત હોલમાં આરબીઆઈના સહયોગથી અને એક્‍સીસ બેન્‍કના સંયુક્‍ત ઉપક્રમે છેતરપિંડીથી બચવા સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેમિનારની શરૂઆત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. સેમિનાર દરમિયાન રશ્‍મિન વ્‍યાસ દ્વારા ઉપસ્‍થિત લોકોને હાલના ડિજિટલ યુગમાં જે ઓનલાઇન ટ્રાજેકસન, તથા વેબસાઇટ, વોટ્‍સએપ પર વગેરે માં છેતરપિંડી કરી લોકોના લાખો રૂપિયાનુ કૌભાંડ કરે છે, જેને અટકાવવા ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારનો મુખ્‍યઉદ્દેશ એ છે કે લોકોમાં જન જાગૃતિ આવે અને કૌભાંડના ભોગ બંને નહિ, સેમિનાર દરમિયાન ગુજ્જર સર દ્વારા બેન્‍કમાં ચાલી રહેલ સરકારની યોજના વિશે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પ્રોજેકટર દ્વારા જન જાગૃતિ સંદર્ભે વિડીયો દેખાડવામાં આવ્‍યો હતો. આ સેમિનારમાં ઘોઘલા જનરલ ખારવા સમાજના પટેલ જમનાદાસ ઘેડિયા, વિવિધ બેન્‍કોના મેનેજરો, કર્મચારીઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

ચીખલી તાલુકામાં ફાયર સેફટી અને મંજૂરી વિના જાહેર માર્ગો પર ઠેર-ઠેર ઉભા કરાયેલા ફટાકડાના સ્ટોલો

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા – 2024, સેવા સેતુ અને એક પેડ મા કે નામ – ત્રિવેણી કાર્યક્રમને વલસાડ જિલ્લામાં લોન્‍ચીંગ કરતા જિલ્લા પ્રમુખ મનહરભાઈ પટેલ

vartmanpravah

દીવ નગર પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકી સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

vartmanpravah

Leave a Comment