October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ખડકી હાઈવે પર સુરતથી દમણ ફરવા આવેલ સહેલાણીઓની કાર અન્‍ય કાર સાથે ભટકાઈ : બે ઘાયલ

રોંગ સાઈડથી આવેલ ડીએન 09 એચ 0492 નો ચાલક અકસ્‍માત સર્જી ભાગી છૂટયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: સુરતથી ચાર-પાંચ મિત્રો મંગળવારે દમણ સહેલગાહે ઓમની કાર લઈ આવ્‍યા હતા. રાત્રી રોકાણ દમણ કરી આજે બુધવારે સુરત પરત જઈ રહ્યા હતા ત્‍યારે રોંગ સાઈડથી આવેલ કાર ચાલકે ઓમની કાર સાથે ભટકાવી દીધી હતી. અકસ્‍માતમાં બે યુવાનો ઈજાગ્રસ્‍ત થયા હતા. પ્રથમ વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડાયા ત્‍યાર બાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્‍યા હતા.
સુરતથી હિતેશ આત્‍મારામ જાદવ, સુનિલ પાટીલ, રાકેશ બંગાલી, શ્‍યામ પ્રસાદ અને સુશાંત નામના પાંચ મિત્રો તેમની ઓમની કાર નં.જીજે 05 જેએલ 1518 લઈને મંગળવારે દમણ ફરવા આવ્‍યા હતા. રાત્રિ રોકાણ બાદઆજે બુધવારે સુરત જઈ રહ્યા હતા ત્‍યારે ખડકી હાઈવે(પારડી)માં સામેથી રોંગ સાઈડ આવી રહેલ કાર નં.ડીએન 09 એચ 0492ના ચાલકે ઓમની કાર સાથે ભટકાવી અકસ્‍માત સર્જ્‍યો હતો. અકસ્‍માતમાં રાકેશ બંગાલી અને શ્‍યામ પ્રસાદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને 108 દ્વારા વલસાડ સિવિલમાં ખસેડાયા હતા. ત્‍યાંથી વધુ સારવાર માટે સુરત ખસેડાયા હતા. અકસ્‍માત અંગે હિતેશ જાદવે પારડી પોલીસમાં ફરાર થઈ ગયેલ સેલવાસના ચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

વાપી જુના શાકભાજી માર્કેટ ઉપર પાલિકાનો હથોડો : ડિમોલિશન સમયે અસામાજીક તત્ત્વોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

vartmanpravah

વલસાડ સીટીમાં મેગા ડિમોલિશનનો આરંભ : પાલિકા અને પોલીસે કમર કસી

vartmanpravah

Leave a Comment