Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

  • દાનહમાં ગેસનું કનેક્‍શન નહીં ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં સામેલ કરવા શરૂ થયેલી કાર્યવાહી

  • સંઘપ્રદેશના ફૂડ અને સિવિલ સપ્‍લાય વિભાગના સચિવ એસ. અસકર અલીની અધ્‍યક્ષતામાં દાનહના 40 વ્‍યાજબી ભાવની દુકાનોના માલિક-સંચાલકો જોડે યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ફૂડ અને સિવિલ સપ્‍લાય વિભાગના સચિવ શ્રી એસ.અસકર અલીની અધ્‍યક્ષતામાં દાદરા નગર હવેલીના સરકારી વ્‍યાજબી ભાવની (કંટ્રોલ) દુકાનોના માલિક-સંચાલકો જોડે દમણગંગા સરકિટ હાઉસ, સેલવાસ ખાતે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં દાનહની 40 કંટ્રોલના માલિક-સંચાલકો હાજર રહ્યા હતા.
બેઠકમાં કેટલાક લાભાર્થીઓ દ્વારા તેમને ફાળવવામાં આવેલ અનાજનો માસિક ક્‍વોટો છેલ્લા 6 મહિનાથી ઉપાડી નહીં રહ્યા હોવાથી વધેલું અનાજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયાને પરત આપવામાં આવી રહ્યું હોવાની જાણકારી પણ આપવામાં આવી હતી. જે બાબતે ફૂડ અને સિવિલ સપ્‍લાય વિભાગના સચિવ શ્રી એસ. અસકરે લાભાર્થીઓને દર મહિને અનાજનો ક્‍વોટો ઉપાડવા માટે પ્રેરિત કરવા ભાર આપ્‍યો હતો અને લાભાર્થી દ્વારા વ્‍યક્‍તિગત રીતે અનાજ નહીં ઉપાડવા માટેનું કારણ લેખિતમાં પૂછવા તે મુજબનીકાર્યવાહી કરવા પણ તેમણે નિર્દેશ આપ્‍યો હતો.
દાદરા નગર હવેલી ખાતે એલ.પી.જી. કનેક્‍શન નહીં ધરાવતા લાભાર્થીઓની ઓળખ કરવા અને તેમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કનેક્‍શન આપવા માટે પ્રસ્‍તાવ રજૂ કરવા ખાદ્ય અને સિવિલ સપ્‍લાય વિભાગ તેમજ સરકારી વ્‍યાજબી ભાવની દુકાનોના માલિક-સંચાલકોને સચિવશ્રીએ નિર્દેશ આપ્‍યો હતો.

Related posts

વાપી બલીઠા હાઈવે પર કાર ચાલકે રેલીંગ તોડી સર્વિસ રોડ પર મોપેડને અડફેટે લેતા ચાલકનું કમકમાટી ભર્યું મોત

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

ઉમરગામ વિસ્‍તારમાંથી સગીર યુવતી અપહરણ કેસમાં પોસ્‍કો હેઠળ ધરપકડ કરાયેલ આરોપીના વાપી કોર્ટએ જામીન મંજુર કર્યા

vartmanpravah

દમણમાં લોકસભા ચૂંટણી જીતવા મજબૂત બૂથનો પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંત પટેલે આપેલો મંત્ર

vartmanpravah

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઓટો સેક્‍ટરમાં ફૂલ તેજી : જિલ્લામાં 2023-24માં જુદા જુદા પ્રકારના 52,682 વાહનો નોંધાયા

vartmanpravah

Leave a Comment