September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: સેલવાસના બે પટેલાદો સામરવરણી અને મસાટ ગામમાં સરકારી ઔદ્યોગિક વસાહત પર કેટલાક લોકોએ ગેરકાયદે કબ્‍જો કર્યો હતો. જેને આજે દાદરા નગર હવેલીના કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવતના દિશા-નિર્દેશ હેઠળ મામલતદાર શ્રી ટી.એસ.શર્માના નેતૃત્‍વ હેઠળ ટીમ દ્વારા સ્‍થળ ઉપર પહોંચી અહીં ગેરકાયદે તાણી બાંધેલ 16 જેટલી દુકાનો અને 8 જેટલા ઢાબાઓનો દૂર કરવામાં આવ્‍યા હતા.
પ્રશાસન દ્વારા પ્રદેશની જનતાને વારંવાર અનુરોધ કરવામાં આવે છે કે, સરકારી જમીન, જગ્‍યા, સ્‍થાન, નહેર વગેરે ઉપર ગેરકાયદે કરવામાં આવેલું અતિક્રમણ તેઓ હટાવે નહીંતર પ્રશાસન દ્વારા તેને દૂર કરાશે અને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.

Related posts

વલસાડમાં ગણેશ પ્રતિમા લઈને આવતા પોલીસ અને ગણેશ ભક્‍તો વચ્‍ચે મામલો બિચકાયો

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીની મત ગણતરી કરાડ પોલિટેક્‍નિક કોલેજ ખાતે નિર્ધારિત 04 જૂને થશે

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઈકોર્ટનો આદેશ

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીમાંથી ૧૮૦ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment