Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને કારણે દાદરાથી લઈ ખાનવેલ સુધીનો રસ્‍તો અતિ બિસ્‍માર અને જર્જરિત થઈ ગયો હતો. આ ઉપરાંત અન્‍યો મહત્‍વના માર્ગો પણ ખખડધજ બન્‍યા હતા, જેના કારણે વાહનચાલકોને ઘણી તકલીફો વેઠવા પડતી હતી. કેટલીક જગ્‍યા પર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા હતા. જેનેપુરવાની કામગીરી કરવામાં આવતી, પણ ફરી વરસાદ પડતા જૈસે થે હાલત રહેતી હતી.
આ બાબતે દાનહ કલેક્‍ટરને તેમજ લાગતા વળગતા વિભાગોને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્‍તાઓનું યોગ્‍ય સમારકામ કરવામા આવતુ નહીં હતું. દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્‍યોએ ભાજપામાં પ્રવેશ મેળવ્‍યા બાદ હાલમાં પ્રશાસનના જાહેર બાંધકામ વિભાગ વિભાગ દ્વારા હાલમાં સેલવાસથી ખાનવેલ તરફના મુખ્‍ય રસ્‍તા પર નવીનિકરણની કાર્યવાહી હાથ ધરી છે. એજ રીતે અંતરિયાળ વિસ્‍તારના રસ્‍તાઓની પણ નવીનિકરણની કામગીરી હાથ ધરાશે એવું વિભાગના અધિકારીઓએ જણાવ્‍યું હતું.

Related posts

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને જાનથી મારી નાંખવાની ધમકી

vartmanpravah

દીવ શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

એસ.પી. અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ દીવ પોલીસે રૂ.18,225/ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ અને એક મીની ફાઇબર ફિશિંગ બોટ સાથે ત્રણ વ્‍યક્‍તિઓની કરેલી ધરપકડ

vartmanpravah

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah

ખેરગામ તાલુકામાં કેનાલ નહેરની સાફસફાઈમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતી હોય છે પરંતુ સાફ સફાઈમાં પણ ગોબાચારી

vartmanpravah

Leave a Comment