Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

સૌથી વધુ દિવ્યાંગ મતદારો 2751 ધરમપુર બેઠક પર અને સૌથી ઓછા 1431 વલસાડ બેઠક પર નોંધાયા

દિવ્યાંગ મતદારો માટે અલગ લાઈન, વ્હીલચેર, પોસ્ટર, પ્રોપર સાઈન બોર્ડની પણ વ્યવસ્થા કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13 : ગુજરાત રાજ્ય વિધાનસભા ચૂંટણી-2022 અન્યવે વલસાડ જિલ્લામાં તા. 1 ડિસેમ્બરના રોજ 1392 મતદાન મથકો પર 13,26,460 મતદારો મતદાન કરનાર હોવાથી વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે ત્યારે જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલાયદી તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર સૌથી વધુ 178- ધરમપુર બેઠક પર 2751 દિવ્યાંગ મતદારો છે. જ્યારે 179- વલસાડ વિધાનસભા સીટ પર સૌથી ઓછા 1431 દિવ્યાંગ મતદારો છે. 182- ઉમરગામ બેઠક  પર 2281, 180- પારડી સીટ પર 1703 અને 181- કપરાડા બેઠક પર 1455 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. દિવ્યાંગ (PWD- Person with Disability) કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકોની કુલ સંખ્યા 5 છે. પાંચેય વિધાનસભા બેઠક પર એક-એક મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે દિવ્યાંગ (PWD) મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરીયાત મુજબના મતદાન મથકોએ વ્હીલચેર, પ્રોપર સાઈન બોર્ડ, પોસ્ટર વિગેરની વ્યવસ્થા કરાશે. વલસાડ જિલ્લાની પાંચેય વિધાનસભા સીટ પર 9621 દિવ્યાંગ મતદારો પણ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રવણ ક્ષતિ કે વાણી અંગે વિકલાંગતા ધરાવતા મતદારોને મતદાનના દિવસે કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે સાઈન લેન્ગવેજના જાણકાર અને ધરમપુર બી.આર.સી.ભવનની 2 શિક્ષિકાની પણ સહાયક તરીકે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં નિમણૂક કરવામાં આવી છે.

Related posts

દાનહ ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે: સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે સેમીનાર યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment