September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પીસ પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું ભવ્‍ય આયોજન કરાયું હતું. જેમાં વાપી વલસાડની 20 જેટલી શાળાએ ભાગ લીધો હતો. આ કોન્‍ટેસ્‍ટ સમર્પણ જ્ઞાન સ્‍કૂલ અને લાયન્‍સ ઓફ વાપી તરંગીનીના સંયુક્‍ત ઉપક્રમે યોજવામાં આવ્‍યો હતો. જેમાં ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નર લાયન દિપક પખાલે મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આ સાથે ફર્સ્‍ટ વિ.ડી.જી. લાયન પરેશ પટેલ, સેકન્‍ડ વિ.ડી.જી. લાયન મોના દેસાઈ, પી.ડી.જી. લાયન સંજીવ કેસરવાની, આર.સી. લાયન લીલા બોરસે, ઝેડ.સી. લાયન કે.ટી. દિવાકરન નાંબિયાર, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપીના પ્રેસિડેન્‍ટ લાયન રાકેશ નાન્‍દ્રે, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી તરંગીનીના પ્રેસિડેન્‍ટ લાયન પાર્વતી પીઠાની, શાળાના શિક્ષકગણ, ભાગ લેનાર શાળાના લકાશિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કોન્‍ટેસ્‍ટનું આયોજન છેલ્લા દસ વર્ષથી શાળામાં યોજાય છેઅને વાપી વલસાડની ઘણી બધી શાળાઓ ભાગ લઈ શાળા પરિવારના ઉત્‍સાહમાં વધારો કરે છે. દર વર્ષે કોન્‍ટેસ્‍ટની અલગ અલગ થીમ આપવામાં આવે. આ વર્ષે કોન્‍ટેસ્‍ટની થીમ ‘‘ડેર તું ડ્રિમ” રખાઈ હતી. જેમાં બાળકોએ વાસ્‍તવિકતાથી આગળ વિચારવાની અને સારા ભવિષ્‍યની ઈચ્‍છા દર્શાવતા સુંદર ભાવાત્‍મક ચિત્રો બનાવ્‍યા હતા. આ ચિત્રોમાં કરૂણા, દયાભાવ, શાંતિ, પ્રેમ અને એકતાના ભાવ કલાત્‍મક રીતે દર્શાવ્‍યા હતા. આ સ્‍પર્ધા વયજૂથ પ્રમાણે લેવાઈ, જેમાં 11 વર્ષ, 12 વર્ષ અને 13 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો. વિજેતા થનાર બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંક વડે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી પ્રોત્‍સાહિત પણ કરાયા. આ સ્‍પર્ધાના નિર્ણાયક નિધિ વાણિયા અને દિપક પટેલ હતા. સ્‍કૂલ ફાઉન્‍ડર ટ્રસ્‍ટી લાયન મૂકેશ પટેલ અને સ્‍કૂલ ચેઅર પર્સન લાઈન હીના પટેલે પધારેલા મહેમાન અને ભાગ લેનાર શાળાનો ધન્‍યવાદ પાઠવ્‍યો હતો.

Related posts

2000 વિદ્યાર્થીનો વલસાડ રોટરી કલબે સર્વે કરી 63 શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કર્યા

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડામાં કેમીકલ ભરેલું ટેન્‍કર ઝાડ સાથે અથડાતા કેમિકલ ખેતરમાં વહી જતાં પાકને થયેલું ભારે નુકસાન

vartmanpravah

વાપી હોટલ પેપીલોન મહા રક્‍તદાન કેમ્‍પ યોજાયો: 483 યુનિટ રક્‍તદાન કરી રક્‍તદાતાઓએ કેમ્‍પ સફળ બનાવ્‍યો

vartmanpravah

ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રસ્તાની મરામત કામગીરી કરાઈ

vartmanpravah

અતુલ સ્‍ટેશન નજીક રાજધાની એક્‍સપ્રેસ ટ્રેન ઉડાવવા ષડયંત્રની ઉચ્‍ચ સ્‍તરીય પોલીસ તપાસ શરૂ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ અને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોએ જમ્‍પોર અને દેવકા બીચની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment