October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન (વિંગસ ઓફ વિસડમ) યોજવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં બાળદિન નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન-વિંગસ ઓફ વિસડમ યોજવામાં આવ્‍યું. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ચંદ્રકાંત મોદી (ડાયરેક્‍ટર ઓફ અવધૂત ઈન્‍ટરમિડિયેટ પ્રા.લિ.) ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રદર્શનની શરૂઆત એમના કરકમલો દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વિવિધ તેજસ્‍વી પ્રયોગો રજૂ કર્યા હતા. જેને નિહાળી વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ખૂબ જ આનંદિત થયા હતા. શાળાનાં ટ્રસ્‍ટીગણ પણ આ પ્રસંગે ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપ્‍યુ હતુ તથા બાળદિન નિમિત્તે વિદ્યાર્થીઓને લકી ડ્રો દ્વારા વિવિધ ઈનામો આપવામાં આવ્‍યા હતા. શાળાના મેનેજમેન્‍ટ તથા પ્રિન્‍સિપાલ શ્રીમતી બીની પૌલે વિજ્ઞાન વિભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટીમને અભિનંદન આપ્‍યા.

Related posts

દમણના સોમનાથ વિસ્‍તારમાં 62 વર્ષીય મહિલાની લૂંટ અને હત્‍યાઃ પોલીસે આરોપીની કરી ધરપકડ

vartmanpravah

પારડીના તમામ સાતવોર્ડમાં પુષ્‍પાંજલિ તથા વક્‍તવ્‍ય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિની ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરા સ્‍થિત ઈંગારી પહાડમાં આગ લાગી

vartmanpravah

વલસાડમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ ધરાવતી ત્રણ બેંકોની ઓફિસો પાલિકાએ સીલ કરી

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશમાં દુકાનો અને ઘરના ડીમોલીશન કરવા પહેલા સમય આપવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment