Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના મોટાપોંઢા ગાંધી આશ્રમમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી બાળ દિવસની ઉજવણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ગાંધી આશ્રમમાં અભ્‍યાસ કરતા બાળકોએ (ચિલ્‍ડ્રન ડેની) બાળ દિવસની અનોખી રીતે ગુજરાત રાષ્‍ટ્રીય સંરક્ષક અને ઈન્‍ટર નેશનલ પ્રચારક કપિલ સ્‍વામીના માર્ગદર્શન સેલ્‍યુટ ત્રિરંગાની ટીમ ઉદ્યોગપતી અરુણભાઈ ભંડારી, ઈનર વ્‍હીલ કલબ ઓફ વાપી, પ્રમુખ રેખાબેન ભંડારી, લાયન્‍સ કલબ ઉદ્યોગનગર વાપી, વિજ્ઞાન સ્‍વામી દ્વારા બાળ દિવસની ઉજવણી કરવામાં હતી.
ભારતમાં દર વર્ષે 14 નવેમ્‍બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે. બાળકોના અધિકારો અને તેમના શિક્ષણ વિશે જાગૃતિ વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.
કપિલ સ્‍વામીએ જણાવ્‍યું કે, બાળ દિવસ ખુબજ પવિત્ર છે. આ દિવસે બાળકોમાં ખુશી વહેંચવામાં આવે એ મોટામાંમોટું કર્તવ્‍ય છે. ‘‘પરશ પર દેવો ભવ” શહેરના અને આદિવાસી વિસ્‍તારના બાળકો આજે ભેગા મળીને શિક્ષણના સાધનો, ઠંડા પીણા આપી શુભેચ્‍છાઓ પાઠવી હતી. ભારતીય સારા સંસ્‍કાર અને શિક્ષણ મળે ભવિષ્‍યમાં બાળકો શિક્ષણમાં આગળ વધે એવા આશીર્વાદ આપ્‍યા હતા.
બાળ દિવસ ઉજવણી સાથે ઈનર વ્‍હીલ કલબ ઓફ વાપી લાયન્‍સ કલબ ઉદ્યોગનગર વાપી દ્વારા નોટબુક કંપાસ, ચિત્રકામ હરીફાઈ, સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ડૉ.અંજના જોશી સર્વ રોગના નિષ્‍ણાંત સેવા આપી હતી. જેમાં મોટાપોંઢા ગાંધી આશ્રમમાં 200 થી વધુ બાળકોને દાંત અને આંખોની તપાસ કરવામાં આવી હતી. મફતમાં ચશ્‍માં આપવામાં આવ્‍યા હતા. આદિવાસી બાળકો માટે છાત્રાલયના મકાન માટે સિમેન્‍ટનું યોગદાન આપ્‍યું હતું. તમામ બાળકોને ભોજન આપવામાં આવ્‍યું હતું.
ગાંધી આશ્રમ મોટાપોંઢા, સ્‍વામિનારાયણ સંકુલ સલવાવના શિક્ષક મિત્રો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.

Related posts

દાદરામાં રાજસ્થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ સમારોહ સંદર્ભે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

સંઘપ્રદેશમાં ધો.1ર વિજ્ઞાન પ્રવાહમાં દાનહનો ડંકો : દીવ જિલ્લામાં ટોપ થ્રીમાં તમામ દીકરીઓ: દમણ અને દાનહની તુલનામાં દીવનું પરિણામ કંગાળ

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

ખાનવેલના ખુટલી પ્રાથમિક શાળા ખાતે વાઘચોરે પરિવારે જન્‍મ દિવસે તિથિ ભોજન અપાયું

vartmanpravah

Leave a Comment