January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ગામે પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્‍ટ મુંબઈ ધરમપુર રેઈન્‍બો વોરિયર્સ ધરમપુર તથા ગ્રામ પંચાયત ખારવેલ, માં શક્‍તિ કળપા બોરવેલના સંયુક્‍ત ઉપક્રમે એક રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 118 યુનિટ રક્‍તદાન ભેગું કરવામાં આવ્‍યું હતું.
મહારક્‍તદાન કેમ્‍પનું ઉદ્ધાટન પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્‍ડર પાર્થિવ મહેતાના હસ્‍તે કરવામાં આવ્‍યું.
રેઈન્‍બો વોરિયર્સ ગ્રુપની અનોખી પરંપરા મુજબ વ્‍યક્‍તિ વિશેષ તરીકે કેતનભાઈ ગવળી (શિક્ષક, દાંડી હાઈસ્‍કૂલ) શિક્ષણ સેવા વર્ગ-2ની પરીક્ષા પાસ કરનારનું શાલ ઓઢાડી પુષ્‍પ છોડ આપી મહાનુભવોના હસ્‍તે સન્‍માનકરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ગામના સરપંચ રાજેશભાઈ પટેલ, મોડેલ સ્‍કૂલ માલનપાડાના આચાર્ય ડૉ.વર્ષાબેન પટેલ, શીતળ છાયડો લાઈબ્રેરીના સ્‍થાપક જયંતીભાઈ પટેલ, ખારવેલ શાળાના આચાર્યશ્રી કૌશિકભાઈ પટેલ, મહેશભાઈ ગરાસીયા આરટીઓ કચેરી વલસાડ, જયેશભાઈ ગરાસીયા પ્રમુખ ટીચર સોસાયટી ધરમપુર, પુખરાજભાઈ (બી.આર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખારવેલ) કેતન ગરાસીયા (મહામંત્રી ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ) ડૉ.વિરેન્‍દ્ર ગરાસીયા, રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ, જયેશભાઈ પટેલ પલ્લવ પ્રિન્‍ટર ધરમપુર, ભાવિકાબેન પાનેરિયા, નલીનીબેન ગરાસિયા, મયુરીબેન પટેલ, દર્શનાબેન પટેલ, રીટાબેન પટેલ, રાધાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહી રક્‍તદાતાઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.
રક્‍તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ મુંબઈ, રેઈન્‍બો વોરિયર્સ ધરમપુર, ગ્રામ પંચાયત ખારવેલ તથા માં શક્‍તિ કળપા બોરવેલ તરફથી પ્રોત્‍સાહક ભેટ આપવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેશભાઈ પટેલ સરપંચ ખારવેલ, જીતુભાઈ ચાવડા, અજિત પટેલ, મેહુલભાઈ ચાવડા, ઉમેશ પટેલ, અંકિત પટેલ, મિતેશ પટેલ, રસિક પટેલ, જમનાબેન પટેલ, રાજુભાઈ પટેલ, યજ્ઞેશ ચાવડા, પરેશભાઈ પટેલ, ખારવેલ ગામના યુવાનો, આગેવાનો તથા રેઈન્‍બો વોરિયર્સના સભ્‍યોએ ભારે જહેમતઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન રાજેશ પટેલ સરપંચ ખારવેલ, જીતુભાઈ ચાવડા, અજિત પટેલ, મેહુલભાઈ, ઉમેશભાઈ, અંકિતભાઈ, નિતા પટેલ, હિરલ પટેલ, ભગવતીબેન પટેલ રેઈન્‍બો વોરિયર્સ ધરમપુર ટીમના સભ્‍યો તથા આવધા પ્રાથમિક શાળાના શિક્ષક તથા રેઈન્‍બો વોરિયર્સ ધરમપુરના કો.ઓર્ડીનેટર શંકરભાઈ પટેલે કર્યું હતું.

Related posts

દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ સભ્‍યો સહિત બહુમતિ ગામવાસીઓએ બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

સેલવાસઆર.ટી.ઓ.માં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે અરજદારોને હાલાકી

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

vartmanpravah

‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીગઢના જશપુરમાં આયોજીત ‘‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા”માં સેલવાસ નેહરૂ યુવા કેન્‍દ્રના બી.કે.યુવા મંડળનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

વાપી નૂતનનગરમાં મહિલાએ 8મા માળેથી કુદી આપઘાત કર્યો

vartmanpravah

Leave a Comment