December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના બારપૂડા ગામે બિરસા મુંડાની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના બારપૂડા ગામે જય આદિવાસી મહાસંઘ દ્વારા શિવ ગુફાહૉલમાં 147 મી બિરસા મુંડાની જન્‍મજયંતિ ઉજવણીમાં ચંદુભાઈ પટેલ, રાજુભાઈ દેસાઈ, ખુશાલભાઈ વાઢું દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આદિવાસી આંદોલનના લોકનાયક બિરસા મુંડાની આજે 147મી જન્‍મજયંતિ ઉજવણીમાં ચંદુભાઈ પટેલે જણાવ્‍યું કે અમર બિરસાને આજે ભગવાન ધરતી અબ્‍બા જયંતિ તરીકે યાદ કરવામાં આવે છે. ભારતીય આઝાદીના ઈતિહાસમાં સ્‍વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડાનો જન્‍મ આજના દિવસે 15 નવેમ્‍બર 1875ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઈલિહતુ ગામમાં થયો હતો. બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્‍વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા. ખુશાલભાઈ વાઢું એ જણાવ્‍યું કે આદિવાસી સમાજને એક થવાની જરૂરી છે. ઉપસ્‍થિત અનેક અગ્રણીઓ દ્વારા આદિવાસી સમાજ માટે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વસંતભાઈ પટેલ, માધુભાઈ સરનાયક રાજુભાઈ દેસાઈ, કપરાડા સરપંચો આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમ ભાસ્‍કર શીંગાડે ભાસ્‍કર ફોદાર, આદિવાસી મહાસંઘની ટિમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્‍યો

vartmanpravah

નિરંકારી સેક્‍ટર-દમણમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 181 નિરંકારી ભક્‍તોએ ઉત્‍સાહપૂર્વક કર્યું રક્‍તદાન

vartmanpravah

પારડીમાં ટ્રકે કારને ટક્કર મારતા કાર હાઈવેની ગ્રીલ તોડી સોસાયટીમાં ઘુસી

vartmanpravah

વલસાડની યુવતિ બ્રિટન-લંડનમાં સૌથી નાની વયે સિવિક મેયર પદે બિરાજમાન બની

vartmanpravah

પ્રદેશ ભાજપના પ્રભારી વિનોદ સોનકરની પ્રદેશના યુવા આદિવાસી નેતા સની ભીમરાએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી કચીગામ ચેકપોસ્‍ટ ઈકો કાર અને ચાર રસ્‍તાથી ઝાયલો કાર દારૂનો જથ્‍થો ભરેલ ઝડપાઈ

vartmanpravah

Leave a Comment