Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તહેવારોમાં વેચાતા દેવી-દેવતાઓના ફોટાવાળા સામાન પર પ્રતિબંધ મૂકવા પારડી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મામલતદાર અને પારડી નગપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.07: હિન્‍દુઓના તહેવારોમાં બજારમાં વેચાતી તહેવારલક્ષી ચીજ વસ્‍તુઓના પેકિંગ કે બનાવટમાં હિન્‍દુ દેવી-દેવતાઓના નામ આપી તેમના ફોટાઓનો ઉપયોગ કરી આવી ચીજ વસ્‍તુઓનું વેચાણ કરી હિંદુ ધર્મનું અપમાન તથા હિન્‍દુઓની લાગણીઓ સાથે ખીલવાડ કરી આવી ચીજ વસ્‍તુઓ બનાવતા ફેક્‍ટરી માલિકો એમની આસ્‍થા અને ભાવનાઓનું અપમાન કરી રહ્યા છે.
આવા દેવી દેવિકાઓના ફોટાવાળા સામાન બજારમાં ન વેચાય અને જો કોઈ વેચતું હોય તો તેને હટાવી દેવામાં આવે. ખાસ કરીને હાલમાં વિવિધ ફટાકડા ઉપર દેવી-દેવતાઓના નામ આપી તેમના ફોટાઓ વાળાફટાકડા બનાવી બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે તો આવા ફટાકડા તથા દેવી-દેવતા ના ફોટાવાળી ચીજ વસ્‍તુઓ બજારમાંથી હટાવવામાં આવે. જેને લઇ આજ રોજ પારડી વિશ્વ હિન્‍દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પારડીના મામલતદાર આર.આર.ચૌધરી તથા પારડી નગરપાલિકા ચીફ ઓફિસર બી.બી. ભાવસારને એક આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
ભારતીય કાયદાની કલમ 1860 ની કલમ 295 – એ મુજબ આવી ચીજ વસ્‍તુઓ રાખવી કે વેચવી ગુનો બનતો હોય જે કોઈ દુકાનદારો કે વેપારીઓ આવી ચીજ વસ્‍તુઓ વેચતા પકડાશે તો ગુનો નોંધી સજા કરવામાં આવશે.

Related posts

વાપી ભાજપા કાર્યકરોએ ગુંજન વન્‍દે માતરમ ચોકમાં ફટાકડા ફોડી હરિયાણા જીતનો જશ્‍ન મનાવ્‍યો

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો આરંભઃ દાનહના ઊંડાણના આદિવાસી સમુદાય માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્‍ડો-યુરોપિયન કોન્‍ક્‍લેવમાં ગુડ ગવર્નન્‍સ ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

દાનહમાં આઈ.આર.બી.ના અધિકારીનું હૃદયરોગના હૂમલાથી મોત: પોલીસ વિભાગે આપેલી શ્રદ્ધાંજલિ 

vartmanpravah

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

vartmanpravah

Leave a Comment