July 24, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વણાકબારા ખાતે સાગર કવચને લઈને માછીમારો સાથે યોજવામાં આવી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.15: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ગ્રામ પંચાયત સભાખંડમાં બે દિવસીય સાગર કવચના આયોજનને લઈને કોસ્‍ટલ પોલીસ અધિકારી બલરાજ સિંહ તથા પોર્ટ અધિકારીએ માછીમારો સાથે યોજી બેઠક, દીવ એસપી મની ભૂષણ સિંહના માર્ગદર્શનમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા બે દિવસીય કોસ્‍ટલ પોલીસ સિકયુરિટી એક્‍સસાઈઝ સી વિઝિલ 2022 ના આયોજન વિશેની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી, અને ઉપસ્‍થિત માછીમારોને આ બે દિવસ દરમિયાન સહકાર આપવા જણાવ્‍યું હતું. ઉપસ્‍થિત ઓફિસરએ જણાવ્‍યું હતું કે, કોસ્‍ટલ પોલીસ સિકયુરિટી એક્‍સસાઈઝ સી વિઝિલ 2022 દરમિયાન એક વોટ્‍સએપ ગૃપ બનાવવામાં આવ્‍યુ છે, દરેક જેમાં કોઈ પણ જાતની પરિસ્‍થિતિ, સૂચના અને જાણ કરવા માટે ઉપયોગ કરવો, સિ વિઝિલ 2022 દરમિયાન ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે, આપદા સમયે તેનો પણ ઉપયોગ કરી શકાશે, દીવ જિલ્લામાં દરિયાઈ પટ્ટી પર, ચેક પોસ્‍ટ પર, ઐતિહાસીક સ્‍થળો, ભીડ વાળી જગ્‍યાએ વગેરે સતત સિકયુરિટી તથા પેટ્રોલિંગ રહેશે. આ બે દિવસીય સાગર કવચ ને સફળ બનાવવા માછીમારોને સહયોગ આપવા અપીલ કરી હતી.

Related posts

સેલવાસની લાયન્‍સ સ્‍કૂલમાં હાર્દિક જોશી દ્વારા લેવાયેલી કરાટે એક્‍ઝામ

vartmanpravah

વાંસદા વનવિદ્યાલય હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીનું વરસાદમાં ઘર તૂટી પડતા સ્‍કૂલ પરિવાર મદદે દોડયો

vartmanpravah

સાંભળો સાંસદ મહોદય… ..એટલે જિલ્લા પંચાયત અને સરપંચોએ પ્રધાનમંત્રી અને પ્રશાસકશ્રીનો આભાર માનતો પ્રસ્‍તાવ રજૂ કર્યો

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

સાયલી ગામમાં પી.ટી.એસ. નજીક દીપડો દેખાતા પાંજરું ગોઠવવામાં આવ્‍યું

vartmanpravah

પારડીમાં નવી તાલુકા કોર્ટ બિલ્‍ડીંગની મળી બાંધકામની મંજૂરી

vartmanpravah

Leave a Comment