Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણાં પ્રદેશના સોનેરી ભવિષ્‍ય માટે મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવી અનેક કોલેજો સ્‍થાપવા સાથે વિધવા, વૃદ્ધ તથા દિવ્‍યાંગોને દર મહિને પેન્‍શનની પણ કરેલી વ્‍યવસ્‍થા સાથે પ્રધાનમંત્રીશ્રીના અનેક ઉપકારોનું ઋણ માથે ચડાવવા પોતાનું ઘર બંધ રાખીને પણ પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન ખુબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા સરપંચ મુકેશ ગોસાવીએ કરેલું આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 15 : આજે દમણવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભામટી તળાવ ફળિયા ખાતે આજે સાંજે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં ગામલોકો સાથે પંચાયત દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્‍યો હતો અને ભગવાન બિરસા મુંડાના યોગદાનની પણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલના કારણે ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ15મી નવેમ્‍બરના રોજ દર વર્ષે ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આવતા વર્ષે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભવ્‍ય કાર્યક્રમના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા દરેક આદિવાસી પ્રકૃત્તિપ્રેમી હોવાથી પર્યાવરણના સાચા સંરક્ષક પણ આપણાં આદિવાસીઓ હોવાનું જણાવ્‍યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાત દરમિયાન મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા પણ ગ્રામજનોને તાકિદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણાં પ્રદેશના સોનેરી ભવિષ્‍ય માટે મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ જેવી અનેક કોલેજો સ્‍થાપવા સાથે વિધવા, વૃદ્ધ તથા દિવ્‍યાંગોને દર મહિને પેન્‍શનની પણ વ્‍યવસ્‍થા કરેલી છે. તેથી પ્રધાનમંત્રીશ્રીનું ઋણ માથે ચડાવવા જે રીતે લાઈબ્રેરીના ઉદ્‌ઘાટન સમયે ઘર બંધ કરીને આવ્‍યા હતા તે રીતે મોટી સંખ્‍યામાં આવવા હાકલ કરી હતી.
આ પ્રસંગે ગ્રામજનોએ પણ સરપંચશ્રીને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા વચન આપ્‍યું હતું. કેટલીક સમસ્‍યાઓની બાબતમાં પણ ગામલોકોએ જાણકારી આપી હતી તેને નિર્ધારિત સમયમાં ઉકેલવા પંચાયત દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રીનિખિલ મીટનાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, સલાહકાર સમિતિના શ્રી ગણેશભાઈ પટેલ, ગામના આગેવાન શ્રી રમણભાઈ હળપતિ, શ્રી ભરતભાઈ હળપતિ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ અને યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન થ્રીડી સ્‍ટેટ ભારત સ્‍કાઉટ ગાઇડના પ્રમુખ બનશે

vartmanpravah

મંદિરોમાં ચોરી કરનારો ચોર ટુકવાડાથી ઝડપાયો

vartmanpravah

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

નાણાંમંત્રીના હસ્તે વાપી નગરપાલિકાના રૂ. ૩૯.૩૧ કરોડના વિકાસકાર્યોનું કરાયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

vartmanpravah

Leave a Comment