September 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં કેજરીવાલનો રોડ શો યોજાય તે પહેલાં જ જાહેર માર્ગો ઉપરથી ‘આપ’ના ઝંડા-તોરણ ઉતરી ગયા

‘આપ’ દ્વારા ઝંડા-તોરણ બેનર લગાવવાની પરમિશન નહીં લીધી હોવાથી પાલિકાએ કરેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લામાં ધીરે ધીરે ચૂંટણીનો રંગ લાગી રહ્યો છે. મધ્‍યસ્‍થ કાર્યોલયોના ઉદ્‌ઘાટન, પ્રચાર, રોડ શો અને ડોર ટુ ડોર પ્રચારનો આરંભ થઈ ચૂક્‍યો છે. આ ચૂંટણીના માહોલમાં આજે બુધવારે વલસાડમાં બપોરે 3 વાગે આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલનો રોડ યોજાવાનો હતો. રોડ શો યોજાય તે પહેલાં જ જાહેર માર્ગો ઉપર આમ આદમી પાર્ટી દ્વારા તોરણો, બેનરો, પડદા લગાવ્‍યા હતા તે તાત્‍કાલિક અસરથી પાલિકાઅી નીચે ઉતારી દીધા હતા. જેને લઈને વલસાડમાં રાજકીય હંગામો ઉભો થવા પામ્‍યો હતો.
વલસાડમાં આજે બુધવારે કેજરીવાલનો બપોરે રોડ શો યોજાવાનો હતો તે પહેલા સ્‍ટેડિયમ રોડ,મોંઘાભાઈ હોલ, રામરોટી, આઝાદ ચોક, એમ.જી. રોડ થી લઈ અંબામાતા મંદિર સુધીના હાર્દસમા રોડો ઉપરથી આપ પાર્ટીના ઝંડા-તોરણ, બેનર ઉતારાવાની પાલિકા દ્વારા કામગીરી આરંભી દેવાઈ હતી. આ બાબતે પાલિકા એક્રોચમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશ ચૌહાણે જણાવ્‍યું હતું કે, આપ દ્વારા ઝંડા-બેનર લગાવાની પાલિકા પાસે પરમિશન નહીં લીધી હોવાથી આચારસંહિતા અનુસાર પાલિકાએ કાર્યવાહી કરી છે. પાલિકાની કામગીરીમાં આપ પાર્ટીના કાર્યકરોમાં ભારે પ્રત્‍યાઘાત પડયા હતા અને રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્‍યો હતો.

Related posts

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્‍ટ તરફ થી 45 ટકાના રાહત દરે નોટબુક વિતરણ કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની ભાગ 2 ની બેઠક જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા આર્ચરીનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડી ફાટક વચ્‍ચે મુંબઈ પોરબંદર એક્‍સપ્રેસના વ્‍હિલમાં ખામી સર્જાતા ટ્રેન કલાકો સુધી અટકી પડી

vartmanpravah

Leave a Comment