September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની જાહેર સભા બાદ સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી વડાપ્રધાન આજે રવિવારે સવારે સોમનાથ જવા રવાના

દમણ, વાપી અને વલસાડના ચૂંટણી કાર્યક્રમોની ખુશી વલસાડ જાહેર સભામાં મોદીએ વ્‍યક્‍ત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે પાંચ દિવસ ગુજરાતમાં છે. તેમનું શનિવારે દમણ એરપોર્ટ ઉપર આગમન બાદ પ્રથમ દિવસના ઝંઝાવાતી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. દમણમાં રોડ શો તથા વાપીનો રોડ શો પૂર્ણ કરી રાત્રે 8:30 કલાકેવલસાડ જુજવામાં જાહેર સભા સંબોધી હતી. ત્‍યાર બાદ રાત્રિ રોકાણ વલસાડ સરકીટ હાઉસમાં કરીને આજે રવિવારે સવારે 8:30 કલાકે સૌરાષ્‍ટ્રની ચાર જાહેર સભા માટે સોમનાથ જવા વલસાડ ડુંગરી રોલામાં બનાવેલ હેલીપેડ પહોંચ્‍યા હતા.
પ્રધાનમંત્રીનો વલસાડ જિલ્લામાં બીજો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ શનિવારથી પ્રારંભ થયો હતો. દમણ, વાપીના મેગા રોડ શો બાદ રાત્રે 8:30 કલાકે વલસાડમાં જાહેર સભા સંબોધી હતી. રાત્રે 9:30 કલાકે ઝેડ કેટેગરીના સુરક્ષા બંદોબસ્‍થ હેઠળ વડાપ્રધાન રાત્રિ રોકાણ માટે વલસાડ સરકીટ હાઉસમાં કર્યું હતું. આજે રવિવારે વહેલી સવારે વડાપ્રધાનનો કાફલો સરકીટ હાઉસથી રોલામાં તૈયાર કરાયેલ હેલીપેડ પહોંચ્‍યો હતો ત્‍યાંથી હેલીકોપ્‍ટર દ્વારા મોદી ગીર સોમનાથ સૌરાષ્‍ટ્ર જવા રવાના થયા હતા.

Related posts

વાપીના ડુંગરામાં પત્‍ની ઉપર ચારિત્ર્યની શંકા રાખીકસાઈ પતિએ છરા વડે પત્‍નીનું માથું કાપી નાખી કરપીણ હત્‍યા કરી

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

Leave a Comment