October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સપ્‍ટેમ્‍બર-2022 માં લેવાયેલી પ્રથમ વર્ષ બી. ફાર્મસીના બીજા સેમેસ્‍ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ 19/11/2022 શનિવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં જેસીકા રાણાએ 9.67 સી.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સીટીમાં નવમો ક્રમ પ્રાપ્ત કર્યો અને 21 વિદ્યાર્થીઓએ 9.00 થી વધુ એસ.પી.આઈ. મેળવી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે. આ સિધ્‍ધી બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક સ્‍વામી પૂરાણીકેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પુરાણી સ્‍વામી કપિલ જીવનદાસજી, રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાંસદાનાં કુંકણા સમાજ ભવનમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે 61 રક્‍ત બેગ થતા આદિવાસી સમાજનો બ્‍લડ ડોનેશન કેમ્‍પ સફળ રહ્યો

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં જાળમાં ફસાયેલા અજગરનું જીવદયા પારડી દ્વારા રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

દાનહના રખોલીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 17 વર્ષિય કિશોરીએ હાથની નસ કાપી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

Leave a Comment