September 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મોરાઈ ટ્રાન્‍સપોર્ટ નગરમાં કનુભાઈ દેસાઈની સભા યોજાઈ : ટ્રાન્‍સપોર્ટ નગર વાપીને મળશે તેવી ઘોષણા

જે.કે. હાઉસમાં યોજાયેલ પ્રચારસભામાં રાજસ્‍થાન, હરિયાણાના ઉદ્યોગપતિ-ટ્રાન્‍સપોર્ટર્સ સમાજ અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી સહિત પારડી વિધાનસભા મતવિસ્‍તારમાં ભાજપના ઉમેદવાર નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર આરંભાઈ ચૂક્‍યો છે. નરેન્‍દ્રભાઈ મોદીના રોડ શો બાદ આજે વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીઝ વસાહતના ટ્રાન્‍સપોર્ટ નગરમાં કનુભાઈની ચૂંટણી સભા યોજાઈ હતી. તેમાં હરિયાણા-રાજસ્‍થાન ઉદ્યોગપતિ અને ટ્રાન્‍સપોર્ટ વ્‍યવસાઈઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
મોરાઈ જે. કે. હાઉસમાં આયોજીત થયેલી ચૂંટણી સભામાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ તરફથી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન પ્રમુખ સંજય શર્મા, હરિયાણા રાજસ્‍થાન સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ તરફથી કનુભાઈ દેસાઈને રાજસ્‍થાન પાઘડી પહેરી સન્‍માનવામાં આવ્‍યા હતા. તેમજ મોટું મતદાન કરીને જીતાડવાનીજાહેરાત કરી હતી. આ પ્રસંગે કનુભાઈએ જણાવ્‍યું હતું કે, વાપીમાં સુચારૂ ટ્રાન્‍સપોર્ટ નગરની જરૂરીયાત છે અને ટ્રાન્‍સપોર્ટર્સની માંગણી પણ છે. જે ટુંક સમયમાં હલ થઈ જશે, જમીન બાબતનો પ્રશ્ન છે તેનું નિરાકરણ આવી જશે અને વાપીમાં ટ્રાન્‍સપોર્ટ નગર સાકાર થશે. વધુ એકવાર કનુભાઈ દેસાઈએ ટ્રાન્‍સપોર્ટ નગર માટે જાહેરમાં આશ્વાસન આપ્‍યું હતું.

Related posts

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્રથમ વર્ષ બી ફાર્મસી, એમ ફાર્મસીનો ઓરિયએન્‍ટેશન પોગ્રામ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં વધુ 244 ગામમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં 10, દાનહમાં 16, દીવમાં 0પ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા દમણ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment