April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

  • બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું.
દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી.
આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો.
સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે.
આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ્‍સ બાર એસો. સંયુક્‍ત નેજા હેઠળ ભીમપોરમાં કામદારો માટે કાનૂની માહિતી શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

vartmanpravah

પારડીમાં વાપી-ધુલે એસ. ટી. બસને નડ્‍યો અકસ્‍માત: બસમાં સવાર 60 જેટલા મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દમણ ન.પા. અને જિ.પં.ના અધ્‍યક્ષોએ દમણવાડા અને પરિયારી ગ્રા.પં. વિસ્‍તારમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

Leave a Comment