July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

આંબોલીમાં રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા વિનામૂલ્‍યે આંખની તપાસ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: દાદરા નગર હવેલીના આંબોલી ગ્રામ પંચાયત ખાતે રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા નિઃશુલ્‍ક આંખની તપાસ શિબિર યોજાઈહ હતી. જ્‍યારે જરૂરિયાતમંદોને ચશ્‍મા અને મોતિયાના ઓપરેશન માટેની શિબિર પંચાયત હોલ ખડોલીમાં આયોજીત કરવામાં આવી હતી. જેનું ઉદ્‌ઘાટન દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં નવસારીથી આવેલ રોટરી આઈ ઈન્‍સ્‍ટીટ્‍યુટના ચેરમેન શ્રી રશ્‍મિભાઈ પટેલ અને ટ્રસ્‍ટી શ્રી રંજીતભાઈએ પણ મુલાકાત લીધી હતી. આ શિબિરમા અંદાજીત પાંચસોથી વધુ લોકોએ લાભ લીધો હતો. આ અવસરે રોટેરીયન વિરલસિંહ રાજપૂતે જણાવ્‍યું હતું કે, રોટરી કલબ દાનહ દ્વારા કેટલાક દિવસ પહેલા રખોલી પંચાયતમાં પણ આપ્રકારની શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 700થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ રીતે શિબિરો અન્‍ય પંચાયતોમાં પણ આયોજીત કરવામાં આવશે. આ અવસરે રોટરી ક્‍લબના પ્રેસીડન્‍ટ શ્રી રાજુભાઈ પટેલ, સેક્રેટરી શ્રી મિલનભાઈ પટેલ, રોટેરીયન યશવંતસિંહ પરમાર, શ્રી વિરલસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી દીપકભાઈ પટેલ, સરપંચ શ્રી જયંતિભાઈ ધોડી, પંચાયતના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં પલ્‍ટો આવતા ખેડૂતોમાં વ્‍યાપેલી ચિંતા: કેરી સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ

vartmanpravah

વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

વલસાડમાં જાહેરનામાનો ભંગ કરતા ગણેશ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

વાપી છીરીમાં વધુ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

મસાટ ખાતે રહેતી સુનામીકા ક્રિષ્‍ણાકાન્‍ત શુખલા ગુમ

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

vartmanpravah

Leave a Comment