Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેના સર્વિસ રોડના નવીનિકરણનું હાઈવે ઓથોરિટી દ્વારા કામ હાથ ધરાયું : વાહન ચાલકોને રાહત થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: ચોમાસા દરમિયાન નેશનલ હાઇવે ના સમરોલી મજીગામ સહિતના વિસ્‍તારમાં સર્વિસ રોડની સપાટી કેટલીક જગ્‍યાએ બેસી જવા સાથે મસમોટા ખાડાઓ પડ્‍યા હતા અને ડામરની સપાટીનું નામોનિશાન ગાયબ થઈ જવા પામ્‍યું હતું. જેને લઇને ખાસ કરીને સ્‍થાનિક વાહન ચાલકોએ મુશ્‍કેલી વેઠવી પડી રહી હતી. આ દરમિયાન હાલે ચોમાસાની વિદાય ના ઘણા દિવસો બાદ હાઇવે ઓથોરિટી ને ફુરસદ મળી હોય તેમ સર્વિસ રોડ ઉપર સિલકોટ મારી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેનાથી વાહન ચાલકોને રાહત થશે એ ચોક્કસ છે.
જોકે સમરોલી થાલા સહિતના વિસ્‍તારમાં હાઇવે ના સર્વિસ રોડ પર ચોમાસામાંમોટી માત્રામાં પાણી ભરાયેલ રહે છે વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્‍યવસ્‍થાને અભાવે સામાન્‍ય વરસાદમાં પણ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા હોય છે બીજી તરફ ખાસ કરીને થાલામાં સ્‍પંદન હોસ્‍પિટલ પાસે અને તેની સામે ડ્રેનેજમાં પાણીનો છેલ્લા કેટલાક સમયથી બારેમાસ વહેતા હોય છે અને સ્‍પંદન હોસ્‍પિટલ પાસે તો ગંદકી સાથે તીવ્ર દુર્ગંધ પણ આ ગંદા પાણીના કારણે ફેલાતી હોય છે ત્‍યારે સર્વિસ રોડના નવીનીકરણ સાથે તંત્ર દ્વારા વરસાદી અને ડ્રેનેજના પાણીના નિકાલની પૂર્તિ વ્‍યવસ્‍થા કરી નક્કર કામગીરી કરવીજોઈએ.
વધુમાં મજીગામ અને થાલા પાસે હાઇવેના વર્ષોથી અધૂરા સર્વિસ રોડને પૂર્ણ કરવાની દિશામાં પણ હાઇવે ઓથોરિટી જાગે તે જરૂરી છે હાઈવે સર્વિસ રોડના અધૂરી કામગીરીથી લોકોને ઘણા લાંબા સમયથી મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણીવાર વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે આ મુદ્દે નિરાકરણ લાવવા માટે કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ દ્વારા સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

ફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈ

vartmanpravah

ગોવા કો-ઓ. બેંકના તત્‍કાલિન મેનેજર બાબર ટંડેલ અને સોનુ પ્રમાણિત કરનાર લલિત સોનીને 3 વર્ષની સજાઃ રૂા.19 હજારનો દંડ

vartmanpravah

દાનહમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની આભ આંબતી તકોઃ રોજગારલક્ષી શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્‍ધ

vartmanpravah

વાપીના ભડકમોરામાં શિવસેના કાર્યાલયમાં રક્‍તદાન શિબિર અને નિઃશુલ્‍ક ચેકીંગ કેમ્‍પ યોજાયો: પ્રતિવર્ષની જેમ બાળા સાહેબના જન્‍મ દિન નિમિત્તે શિવસેના દ્વારા કરાયેલુ આયોજન

vartmanpravah

વર્તમાન પ્રવાહનો પડઘો : અખબારી અહેવાલ બાદ ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર બામણવેલ પાટિયા પાસે માર્ગ-મકાન વિભાગ દ્વારા માટી દૂર કરવાની રસ્તાની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment