Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-ઉદવાડા વચ્‍ચે પાવર કમ ટ્રાફિક બ્‍લોકને કારણે તા.05-06 ડિસેમ્‍બરે 8 ટ્રેનનો સમય પ્રભાવિત થશે

એલ.સી. 84 ઓવરબ્રિજના ગર્ડર બાંધકામની કામગીરી હાથ ધરાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: પશ્ચિમ રેલવેના મુખ્‍ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ તા.05 અને તા.06 ડિસેમ્‍બરના રોજ બે દિવસ અપ-ડાઉનની આઠ જેટલી ટ્રેનોનો સમય પ્રભાવિત થનાર છે.
એલ.સી. 84 ઉપર ઓવરબ્રિજના ગર્ડર બાંધકામની કામગીરી હાથ ધરાઈ રહી હોવાથી વાપી-ઉદવાડા વચ્‍ચે પાવર કમ ટ્રાફિક બ્‍લોક કરવામાં આવનાર છે. તેથીદાદર-સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રેસ, બાંદ્રા ટર્મિનલ વૈષ્‍ણોદેવી કટારા, અમૃતસર મુંબઈ પશ્ચિમ એક્‍સપ્રેસ, બિકાનેર યશવંત ગઢ, અમદાવાદ મુંબઈ ગુજરાત એક્‍સપ્રેસ માંડગામ અમદાવાદ વિશેષ, વલસાડ ઉમરગામ મેમુ જેવી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થનાર છે. વાપી-ઉદવાડા વચ્‍ચે બે દિવસ ઓવરબ્રિજ ગર્ડર નાખવાની રેલવે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે તેથી બે દિવસ ટ્રાફિક બ્‍લોક જાહેર કરાયો છે. જેની નોંધ મુસાફર જનતાએ લેવી તેવુ રેલવે અખબારી યાદી દ્વારા જણાવાયેલ છે.

Related posts

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ચીખલી આરોગ્‍ય વિભાગ દ્વારા વર્લ્‍ડ હિપેટાઈટિસ-ડે નિમિત્તે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડના અટક પારડીમાં યામાહા બાઈક શો રૂમ સ્‍ક્રેબ યાર્ડમાં આગ : આગમાં ચાર વાહનો ખાખ

vartmanpravah

સ્‍વ.વકીલ નિલેશભાઈની યાદમાં પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2004ની લોકસભા ચૂંટણીમાં ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે ચૂંટાતા દમણ-દીવમાં કોંગ્રેસની દાદાગીરી અને ભાઈગીરીની થયેલી શરૂઆત

vartmanpravah

Leave a Comment