July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના તલાવચોરમાં તળાવમાંથી મળેલ યુવતિની લાશના બનાવમાં પોલીસે સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના તલાવચોરામાં લગ્નના ચાર દિવસ પૂર્વે 22-વર્ષીય યુવતીની તળાવમાંથી રહસ્‍યમય સંજોગોમાં લાશ મળી આવવાના બનાવમાં પોલીસ સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ કરી રહી છે. જોકે તપાસનો મુખ્‍ય મદાર યુવતીનો મોબાઈલ ફોન અને પીએમ રિપોર્ટ પર રહેશે.
પ્રાપ્ત વિગત મુજબ તલાવચોરા ગામના રાજા ફળીયાની પ્રિયંકાબેન ધીરૂભાઈ આહીર (ઉ.વ-22) ના લગ્ન આગામી 23-મી ના રોજ ધરમપુરના ભાભા ગામના યુવક સાથે યોજાનાર હતા. આ પૂર્વે રવિવારના પ્રિયંકાબેનની લાશ તેની ઘરની પાછળ આવેલ તળાવના પાણીમાંથી મળી આવી હતી. અને તેણીનો મોબાઈલ ફોન પણ પાણીમાંથી મળી આવ્‍યો હતો. જોકે મોબાઈલ ફોન ફોરમેટ કરી દેવાતા પ્રાથમિક તપાસમાં પોલીસને કંઈ હાથ લાગ્‍યું ન હતું. બીજી તરફ આ યુવતીના મોત પાછળ અનેક રહસ્‍યો વચ્‍ચે પોલીસે અત્‍યાર સુધીમાં પરિવારના સભ્‍યો સહિત સાતેક જેટલાના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. જોકે તપાસનો મુખ્‍ય મદાર તો મોબાઈલ ફોન અને પીએમ રિપોર્ટ જ રહેશે. મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ઉડાવી દેવામાં આવેલા હોય તેવામાં આ ડેટા ખેરખરકોણે ડીલીટ કર્યા હશે? યુવતીએ આ અંતિમ પગલંું જાતે ભયું હશે કે પછી કોઈકે તેને આ માટે લાચાર કરી હશે કે પછી આ બનાવના સમયે તેની સાથે કોઈ હોય અને તેણે પાણીમાં ધક્કો માર્યો હોય તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.
પોલીસ દ્વારા મોબાઈલ કબ્‍જે લઈ સાઈબર શાખામાં ડેટા રિકવર કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે. ત્‍યારે ડેટા રિકવર થશે તો છેલ્લે આ યુવતી સાથે કોણ સંપર્કમાં હતું તે અને લોકેશન સહિતની વિગતો બહાર આવશે અને પીએમ રિપોર્ટ આવ્‍યા બાદ આ યુવતીના મોત પાછળના રહસ્‍યો ખુલે તેમ જણાઈ રહ્યું છે. ત્‍યારે આ અંગે પોલીસ ગંભીરતા દાખવી તટસ્‍થ તપાસ કરી સાચી હકીકત બહાર લાવે તે જરૂરી છે.

Related posts

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

vartmanpravah

ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ તરીકે ડો.નિરવ શાહની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

વાપીમાં રવિવારે પોલિયો નેશનલ રાઉન્‍ડનો પ્રારંભ: 200 જેટલા પોલિયો બુથ કાર્યરત કરાયા

vartmanpravah

સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના મંત્રને સાકાર કરતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

vartmanpravah

Leave a Comment