Vartman Pravah
Breaking Newsદમણ

દમણના એક્‍સાઈઝ વિભાગે પટલારાના સિંગા ફળિયાના એક ઘરમાંથી 1920 બોટલ જપ્ત કરેલો દારૂનો જથ્‍થો

દમણના એક્‍સાઈઝ વિભાગે છેલ્લા 45 દિવસમાં પાડેલા દરોડામાં કુલ રૂા.33.72 લાખના દારૂની 53,508 બોટલ, એક હોડી અને 8 વાહનો જપ્ત કરી દારૂની થતી હેરાફેરી સામે શરૂ કરેલી લાલ આંખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: દમણના એક્‍સાઈઝ વિભાગે મોટી દમણ પટલારાના સિંગા ફળિયામાં એક ઘરમાંથી ગેરકાયદે રીતે સંગ્રહ કરેલ 1920 જેટલી દારૂની બોટલો જપ્ત કરતા ગેરકાયદે ધંધો અને હેરાફેરી કરતા તત્‍વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શનિવારે રાત્રે લગભગ 8:30 વાગ્‍યે દમણના એક્‍સાઈઝ ઈન્‍સ્‍પેક્‍ટર શ્રીદિક્ષિત આર. ચારણિયા અને શ્રી મિલનકુમાર જી. પટેલ તથા એક્‍સાઈઝ ગાર્ડ શ્રી અમિત રાજભર અને સંજના માંગેલાને પોતાના સાધનોથી ગુપ્ત માહિતી મળી હતી કે મોટી દમણના પટલારા ગામ ખાતે સિંગા ફળિયાના અક્ષયકુમાર ઠાકોર પટેલના ઘરે ગેરકાયદે રીતે દારૂનો સંગ્રહ કરવામાં આવેલ છે. એક્‍સાઈઝ વિભાગે તાત્‍કાલિક આ ઘરમાં દરોડો પાડતા ઘરમાંથી મોટી માત્રામાં દારૂની બોટલો જપ્ત કરવા તંત્રને સફળતા મળી હતી. વિવિધ બ્રાન્‍ડોની કુલ 1920 બોટલ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરી છે.
એક્‍સાઈઝ વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિવિધ એક્‍સાઈઝ એક્‍ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અત્રે યાદ રહે કે, છેલ્લા 45 દિવસમાં દમણ એક્‍સાઈઝ વિભાગે કરેલા 45 કેસમાં કુલ 53,508 બોટલ જેની કિંમત રૂા.33 લાખ 72 હજાર 108 થાય છે અને 8 ગાડી તથા એક હોડી જપ્ત કરી દારૂની થતી હેરાફેરી સામે સખત અભિયાન શરૂ કર્યું છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમ દ્વારા એક સપ્તાહમાં રૂા.2.18 લાખની રોકડ અને રૂા.39,420નો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રાથમિક શાળા શરૂ થતાં દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

પ્રશાસકશ્રીની દાનહ મુલાકાતનો બીજો દિવસઃ વિકાસકામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં

vartmanpravah

પાલઘર વાધવન બંદર કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્‍થિતિને લઈ નેશનલ હાઈવે સાંજે 8 વાગ્‍યા સુધી બંધ રખાયો

vartmanpravah

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment