January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સરપંચ હંસાબેન ધોડીના અધ્‍યક્ષસ્‍થાને મળેલી પટલારા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગામમાંથી પસાર થનારી હાઈટેન્‍શન લાઈનનો કરાયેલો જોરદાર વિરોધ

ગ્રામસભામાં ગ્રામજનોએ ગામમાં શૌચાલય, પીવાના પાણીની પાઈપલાઈનનું સમારકામ, નવા પાણીના કનેક્‍શન તથા રખડતા ઢોર દ્વારા ખેતીના પાકને થતા નુકસાન સામે ઉઠાવેલો અવાજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : શનિવારે ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અભિયાન અંતર્ગત પટલારા ગ્રામ પંચાયતની સરપંચ શ્રીમતી હંસાબેન ધોડીના અધ્‍યક્ષસ્‍થાને મળેલી ગ્રામસભામાં ગામમાંથી પસાર થનાર હાઈટેન્‍શન લાઈનના સંદર્ભમાં જોરદાર વિરોધ અને આક્રોશ વ્‍યક્‍ત થયોહતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પટલારાના સરપંચ શ્રીમતી હંસાબેન ધોડીની અધ્‍યક્ષતામાં આયોજીત ગ્રામસભામાં મુખ્‍ય અતિથિ તરીકે દમણના વિકાસ ઘટક અધિકારી શ્રી પ્રેમજીભાઈ મકવાણા તથા જાહેર બાંધકામ વિભાગના સહાયક એન્‍જિનિયર શ્રી સંદિપભાઈ તંબોલી ઉપસ્‍થિત રહ્યા હતા.
પટલારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હંસાબેન ધોડીએ ગામના ખરાબ રસ્‍તા તથા પટલારા પંચાયતના નવા પંચાયત ઘરના બાંધકામ અંગે પ્રશ્ન ઉઠાવ્‍યો હતો. તેમણે ગામમાંથી પસાર થનારી હાઈટેન્‍શન લાઈનને રદ્‌ કરવા પોતાની આક્રમક રજૂઆત કરી હતી. તેમણે ગામમાં પાણીની સમસ્‍યા તથા સફાઈ કાર્ય અંગે પણ ચર્ચા કરી હતી.
દમણના વિકાસ ઘટક અધિકારી (બીડીઓ) શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ ગામલોકોના આક્રોશ અને વિરોધને શાંત પાડતા જણાવ્‍યું હતું કે, આવતા દિવસોમાં ગ્રામ પંચાયત વિસ્‍તારના લગભગ તમામ રસ્‍તાઓનું કામ શરૂ થનાર છે. તેમણે પંચાયત વિસ્‍તારની સ્‍વચ્‍છતા ઉપર જોર આપવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ આગ્રહ કર્યો હતો. તેમણે આંબાવાડી વિસ્‍તારમાં થયેલ શાળાનું નિર્માણ સમગ્ર પંચાયત માટે ગૌરવરૂપ ઘટના હોવાનું જણાવ્‍યું હતું. તેમણે આદર્શ ગ્રામ પંચાયત હેઠળ થઈ રહેલ રોડના કામકાજ તથા પંચાયત વિસ્‍તારમાં થઈ રહેલ અન્‍ય કામોની પણ જાણકારી આપી હતી.
દમણ જિલ્લા પંચાયતનાપટલારા વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી મહુલ કેશવે છેલ્લા બે વર્ષમાં થયેલ વિકાસના કામો તથા આવનાર વર્ષમાં થનાર નવા કલ્‍વર્ટ, ગટર અને પંચાયત વિસ્‍તારના રોડના કામો અંગે માહિતી આપી હતી. તેમણે પણ પટલારા ગ્રામ પંચાયત વિસ્‍તારમાંથી પસાર થઈ રહેલ હાઈટેન્‍શન લાઈનના વિરોધમાં પોતાનો સૂર પુરાવ્‍યો હતો.
ગ્રામસભામાં ગ્રામજનોએ ગામમાં શૌચાલય, પીવાના પાણીની પાઈપલાઈનનું સમારકામ અને નવા પાણીના કનેક્‍શન તેમજ રખડતા ઢોરના કારણે પંચાયત વિસ્‍તારમાં થઈ રહેલા પાકના નુકસાન અંગે પોતાનો બળાપો વ્‍યક્‍ત કર્યો હતો.
આ પ્રસંગે પટલારા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી જીજ્ઞેશ પટેલે ગત વર્ષનો ફિઝિકલ પ્રોગ્રેસ, ફંડ યુટિલાઈઝેશન, ચાલુ વર્ષની વિવિધ સ્‍કીમોનું અમલીકરણ તથા અગામી વર્ષના એક્‍શન પ્‍લાનને ગ્રામસભામાં રજૂ કરી ચર્ચાના અંતે સર્વાનુમતે તેને મંજૂર કરવામાં આવ્‍યો હતો.
ગ્રામસભામાં જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ વિભાગ, ખેતી વિભાગ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ-પ્રતિનિધિઓએ પોતપોતાના વિભાગની વિવિધ યોજનાઓ અને થઈ રહેલા તથા થનારા વિકાસકામોથી ગામલોકોને અવગત કરાયા હતા.
આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ચણોદ કોલોની ચાર રસ્‍તા ઉપર કંપનીમાંથી સાયકલ ઉપર આવીલ રહેલ કામદારનું કારે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

vartmanpravah

રાજ્‍યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્‍ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્‍વોરી ઉદ્યોગમાં આનંદની લહેર

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

દમણના નવનિયુક્‍ત કલેક્‍ટર તપસ્‍યા રાઘવનું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment