September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: દમણ ન્‍યાયાલયમાં ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ શ્રી પવન એચ. બનસોડ અને જે.એમ.એફ.સી. શ્રી જે.જે.ઈનામદારની ઉપસ્‍થિતિમાં આંતરરાષ્‍ટ્રીય દિવ્‍યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દમણ કોર્ટ પરિસરમાં આયોજીત કાર્યક્રમમાં કોર્ટના સ્‍ટાફને જણાવવામાં આવ્‍યું હતું કે, આપણાં સમાજમાં રહેતા દિવ્‍યાંગજનોના સન્‍માનપૂર્વક જીવન જીવવા અને માનવીય ગરીમાની સાથે જીવવાની અધિકારનેપ્રોત્‍સાહન આપવા માટે દર વર્ષે દિવ્‍યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દિવ્‍યાંગ દિવસના માધ્‍યમથી દરેક નાગરિકોને દિવ્‍યાંગોની સાથે સન્‍માનપૂર્વક વ્‍યવહાર કરવા અને દિવ્‍યાંગજનોને સમાજની મુખ્‍ય ધારામાં સામેલ કરી તેમને વિવિધ અધિકારો પ્રદાન કરવાના હેતુ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દિવ્‍યાંગજનોને વિશ્વના સૌથી મોટા લઘુમતિ સમાજ તરીકે ગણવામાં આવે છે. એવામાં અપંગોના ઉત્‍થાન માટે સંયુક્‍ત રાષ્‍ટ્ર સંઘ દર વર્ષે વિશ્વ અપંગ દિવસ મનાવવામાં આવે છે.

Related posts

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

દેશના ભવ્‍ય ઈતિહાસને જીવંત કરતા પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું આહ્‌વાન

vartmanpravah

ખેરગામ તાલુકામાં કેનાલ નહેરની સાફસફાઈમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતી હોય છે પરંતુ સાફ સફાઈમાં પણ ગોબાચારી

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

પારડીમાં નવી તાલુકા કોર્ટ બિલ્‍ડીંગની મળી બાંધકામની મંજૂરી

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી

vartmanpravah

Leave a Comment