October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડાની યુવતીએ સંબંધ રાખવાની ના કહેતા તીઘરના યુવકે પ્રવાહી પીવડાવ્‍યું

  • પ્રવાહી પી ઉલટી અને બેભાન થતા યુવક જાતે જ લઈ ગયો હોસ્‍પિટલ

  • ફરી એક વખત મોબાઈલની મોકાણ આવી સામે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05:
પારડી તાલુકાના રજવાડી હોટલની પાછળ રહેતા કલ્‍પેશ ગોવિંદભાઈ નાયકાએ મોબાઈલથી ઈન્‍સ્‍ટાગ્રામ દ્વારા મેસેજ કરી બગવાડાની યુવતીને તારીખ 2-12-2022 ના રોજ મોડી રાત્રે મળવા બોલાવી હતી. કોલેજના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતી અને મોડી રાત સુધી મોબાઈલ પર રહેતી યુવતી પણ મોડી રાત્રે કલ્‍પેશની વાતોમાં આવી પોતાની માતા અને ભાઈ-બહેનોને સુતેલા છોડી ઘરથી બહાર નીકળી કલ્‍પેશને મળવા આવી હતી અને બંને વાતચીત કરતા બગવાડા ખાતે બની રહેલ નવાબ્રીજ સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન કલ્‍પેશે યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા કહેતા યુવતીએ ના કહી પોતાના ઘર તરફ દોડી ગઈ હતી. કલ્‍પેશએ પણ પાછળ દોડી ધક્કો મારી યુવતીને નીચે પાડી દઈ પોતાની પાસે રાખેલ બાટલીમાંથી પ્રવાહી પીવડાવ્‍યું હતું. પ્રવાહી પીતા જ યુવતીને ઉલટી અને ચક્કર આવતા તે બેભાન થઈ પડી જતા તેને હાથ પર પણ ઈજા થઈ હતી. આ દરમ્‍યાન કલ્‍પેશે પોતાના ભાઈ આનંદને ઈકો ગાડી લઈને બોલાવી યુવતીને પારડી ખાતે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પારડી પોલીસે ફરિયાદ નોંધી મામલતદારની રૂબરૂમાં નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોલેજના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતી યુવતી પણ મોડી રાત સુધી મોબાઈલ પર ચેટિંગ કરતી હોય આ મોબાઈલ એપને લઈ હોસ્‍પિટલમાં દાખલ થવાનો વારો આવ્‍યો છે જે અભ્‍યાસ કરી રહેલ યુવાન-યુવતીઓ તથા વાલીઓ માટે આ દ્રષ્ટાંતરૂપ કિસ્‍સો છે.

Related posts

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા 75મા સંવિધાન દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ સમાન છેઃ પ્રમુખસ્‍વામી મહારાજ

vartmanpravah

દાનહઃ મસાટ ગામના આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે ફલેટમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વલસાડ કાપરીયામાં નર-માદા રસેલ વાઇપર રેસ્‍ક્‍યુ કરાયા

vartmanpravah

Leave a Comment