Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલીની માઉન્‍ટ લીટ્રા શાળાના ગ્રાઉન્‍ડ ઉપર વિદ્યાર્થીઓને તીરંદાજીની આપવામાં આવી ટ્રેનિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલ માઉન્‍ટલીટ્રા શાળાના ગ્રાઉન્‍ડ ઉપર ખાનગી શાળાના વિદ્યાર્થીઓને તીરંદાજી માટેની ટ્રેનિંગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કાર્યક્રમનો શુભારંભ દાનહ જિલ્લા પંચાયત મુખ્‍ય અધિકારી ડો. અપૂર્વ શર્માના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. અહીં ઉપસ્‍થિત વિદ્યાર્થીઓને તીરંદાજી શીખવવા ઈન્‍ટરનેશનલ કોચ ડો. સિંહાન હુસૈની ચેન્નાઈથી ઉપસ્‍થિત રહ્યા હતા. આ દરમિયાન આર્ચરી એસોસિએશન દમણ-દીવના ચીફ શ્રી કિરણ પ્રજાપતિ દ્વારા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓને બેઝિક ટ્રેનિંગ સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ ટ્રેનિંગમાં દાનહની માઉન્‍ટલીટ્રા સહિત આલોક પબ્‍લિક સ્‍કૂલ અને શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કૂલના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો અને તીરંદાજીની કળા શીખી હતી. આ પ્રસંગે જિ.પં. મુખ્‍ય અધિકારી ડો. અપૂર્વ શર્મા અને સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે પ્રમાણપત્ર વિતરિત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે શાળાના આચાર્યશ્રી એસ.રમેશ, શ્રી દિવ્‍યાંગસિંહ ચૌહાણ, એડવોકેટ શ્રી બકુલ દેસાઈ, આર્ચરી ટ્રેનર મહિમાપ્રજાપતિ, શ્રી રાજેશ પટેલ, રેન્‍સી રાધાકૃષ્‍ણન સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ પોલીસ દ્વારા ગલોન્‍ડા ગામેથી ચાર મટકા રમતા આરોપીઓને ઝડપી પાડયા

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍યો-સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં સ્માશાન ભૂમિના નવનિર્માણ માટે થયેલું મનોમંથન

vartmanpravah

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણના એનઆરએચએમ અંતર્ગત દાભેલના દસ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપો પૈકી 48 મહિલાઓએ વાંસદા , ડાંગ અને વઘઈની લીધેલી એક્‍સપોઝર મુલાકાત

vartmanpravah

અરનાલા સ્‍મશાન ગૃહમાં સગડીનુ લોકાર્પણ

vartmanpravah

Leave a Comment