March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલીની આર.આર.કેબલ લિ.માં રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: દાદરા નગર હવેલીના રખોલી ખાતે આવેલ આર.આર.ગ્‍લોબલ ગ્રુપની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા અને ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટીનો મુખ્‍ય સહયોગ રહ્યો હતો. આ શિબિરમાં કંપનીના એજીએમ શ્રી આલોક સિંઘલ, ડીજીએમ શ્રી સુરેશ આસાવા, ડાયરેક્‍ટર શ્રી રાજેશ જૈન, એચઆર ડેપ્‍યુટી મેનેજર શ્રી દિનેશ મિશ્રા, આસિસ્‍ટન્‍ટ મેનેજર એડમીન શ્રી ગિરીશ પાન્‍ડા, એજીએમ શ્રી રાજીવ મહેશ્વરી, શ્રી ગોપાલ જરકુટિયા (મામા) સહિત દરેક વિભાગના એચઓડી અને દાનહમાં સ્‍થિત આર.આર.ગ્‍લોબલ ગ્રુપના દરેક ચાર યુનિટના કર્મચારીઓ અને કામદારોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહાદાન એવા રક્‍તનું દાન કર્યું હતું. જેમાં 112યુનિટ જેટલું રક્‍ત એકત્રિત થયું હતું.
આ શિબિર આયોજનનો મુખ્‍ય હેતુ પ્રદેશમાં રક્‍તની જે અછત વર્તાય છે તેને પહોંચી વળવા માટે સંસ્‍થા અને કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. આ શિબિરમાં મહિલાઓએ પણ રક્‍તદાન કરી સિંહફાળો આપ્‍યો હતો. આ અવસરે કંપનીના સંચાલકો, ઈન્‍ડિયનરેડક્રોસ સોસાયટીનો સ્‍ટાફ, કર્મચારીઓ અને લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસાના ચેરમેન નીલમ ઝવેરી, સભ્‍ય ભરત તન્ના વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ-જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી

vartmanpravah

દમણ લાઈટ હાઉસ ખાતે આયોજીત ‘ગો ગર્લ્‍સ નાઈટ રન’માં દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખ પ્રથમ નંબરે વિજેતા બન્‍યા

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી દ્વારા ઉમરગામના પાલી-કનાડુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયેલું મફત નોટબૂક વિતરણ

vartmanpravah

વાપી નગપાલિકાનાં ચીફ ઓફિસર અને પ્રમુખે લીધેલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીની મુલાકાત

vartmanpravah

Leave a Comment