April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જુના રેલવે ફાટકે કરૂણાંતિકા સર્જાઈ : ટ્રેક ક્રોસ કરતા માતા-પુત્રીનું ટ્રેન અડફેટે મોત

માતા રીટાદેવી અને નાની પુત્રી રૂદા ઉર્ફે રાધાનું ઘટના સ્‍થળે જ મોત : મોટી પુત્રી સ્‍વીટી ટ્રેક ક્રોસ ના કરી જતા બચી ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી જુના રેલવે ફાટકે સોમવારે સાંજના હૃદય હચમચાવી દે તેવી કરૂણ ઘટના ઘટી હતી. છીરી રામનગરથી વાપીમાં શાકભાજી લેવા નિકળેલ માતા અને બે પુત્રીઓ પરત ફરતા રેલવે ટ્રેક ક્રોસ કરતા માતા-પુત્રીનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત નિપજ્‍યુ હતું. જ્‍યારે મોટી પુત્રી ટ્રેક ક્રોસ નહી કરી શકતા તે બચી ગઈ હતી.
વાપી છીરી રામનગરમાં દેવેન્‍દ્ર શાહ પરિવાર સાથે રહે છે. તેમની પત્‍ની 40 વર્ષિય રીટાદેવી તથા બે પુત્રી નાની રૂદા ઉર્ફે રાધા અને મોટી પુત્રી સ્‍વીટી સાથે સોમવારે સાંજના વાપી શાકભાજી ખરીદી કરવા નિકળ્‍યા હતા. કામ પુરુ કરી ત્રણેય માતા પુત્રી રેલવે અંડર પાસ નહી હોવાથી રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી તે દરમિયાન મુંબઈ તરફથી પુરઝડપે આવી રહેલ હમસફર એક્‍સપ્રેસ ટ્રેનની અડફેટમાં માતા રીટાદેવી તથા રૂદા આવી ગયા હતા. જેમાં બન્નેનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત નિપજ્‍યા હતા. જ્‍યારે મોટી પુત્રી સ્‍વીટી રેલવે ટ્રેક ક્રોસ નહી કરી શકવાથી થોભી ગઈ હતી.જેથી તે નસીબ આધિન બચી ગઈ હતી. પરંતુ તેની નજર સામે માતા અને બહેન સાથે ઘટેલી કરુણાંતિકાની સાક્ષી બની ફસડાઈ પડી હતી.

Related posts

દીવના કલેક્‍ટર ભાનુ પ્રભા અને એસ.પી. પદે પિયુષ ફૂલઝેલેએ સંભાળી લીધેલો અખત્‍યાર

vartmanpravah

સ્‍વતંત્રતાની 75મી સાલગીરાહ (અમૃત મહોત્‍સવ) સેંટ જોસેફ કરવડ શાળામાં રંગે-ચંગે ઉજવાયો

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણના સ્‍વયંસેવકોનું રાજ્‍ય સ્‍તરની વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

વલસાડ મણીરત્‍ન હાઉસમાં ઓછા કેરેટના ઘરેણા પધરાવી નવુ સોનું લઈ જનાર ટોળકીના 6 ઝડપાયા

vartmanpravah

વાપી બલિઠા હાઈવે પર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

Leave a Comment