September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા રેલવે ફાટક ઉપર વહેલી સવારે જ્‍વલનશીલ કેમીકલ ભરેલ ટેન્‍કરમાં આગ લાગી : દોડધામ મચી

હજીરાથી ટેન્‍કર નં.જીજે 12 ઝેડ 4767 જ્‍વલનશીલ કેમિકલ ભરી દમણ જઈ રહ્યું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ઉદવાડા રેલવે ફાટક બંધ હોવાથી આજે મંગળવારે મળસ્‍કે એક કેમિકલ ભરેલ ટેન્‍કર થોભ્‍યુ હતું તે દરમિયાન અચાનક ટેન્‍કરમાં આગ લાગતા જ જ્‍વલનશિલ કેમિકલ ભર્યું હોવાથી આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી દેતા આજુબાજુમાં દોડધામ મચી જવા પામી હતી.
સુરત હજીરાથી જ્‍વલનશીલ કેમિકલ ભરીને ટેન્‍કર નં.જીજે 12 ઝેડ 4767 આજે મંગળવારે દમણ જવા નિકળ્‍યું હતું ત્‍યારે વહેલી સવારે ઉદવાડા ફાટક બંધ હોવાથી ટેન્‍કર ફાટક આગળ ઉભુ રહ્યું હતું તે સમયે અચાનક ટેન્‍કરમાં ભિષણ આગ લાગી હતી. જ્‍વલનશીલ કેમિકલ હોવાથી આગે ભિષણ વિકરાળ સ્‍વરૂપ જોતજોતામાં પકડી લીધું હતું. ઘટનાની જાણ વલસાડ, પારડી, વાપી ફાયર બ્રિગેડને કરાતા ચાર ફાયરની ગાડીઓ ઘટના સ્‍થળે ધસી આવી હતી. ફાયર બ્રિગેડએ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. જો કે આગ ફેલાતા જ ડ્રાઈવર-ક્‍લીનરબહાર નિકળી ગયા હોવાથી કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહોતી. આગથી આજુબાજુના વિસ્‍તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ બુઝાયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગને કારણે રેલવે વહેવારને અસર પહોંચી નહોતી. અંતે ક્રેઈન વડે બળીને ખાખ થઈ ગયેલ ટેન્‍કરને હટાવાયું હતું.

Related posts

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

vartmanpravah

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

vartmanpravah

વલસાડમાં યોજાયેલ મેરેથોનમાં અતુલ કંપનીનાં કર્મચારીઓએ ભાગ લીધો

vartmanpravah

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રાનું કરાયેલું આયોજન

vartmanpravah

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

Leave a Comment