January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ એક્‍સાઈઝ વિભાગે નાની દમણ જેટી ખાતે એક ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહેલ દારૂ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : દમણના એક્‍સાઈઝ વિભાગે આજે નાની દમણ જેટી ઉપરના એક ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહેલ દારૂને જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દમણમાં ગેરકાયદે દારૂનો સંગ્રહ, સપ્‍લાય કરનારાઓ વિરૂદ્ધ એક્‍સાઈઝ વિભાગ સખત અભિયાન ચલાવી રહી છે તે મુજબ તા.14મીના બુધવારે સાંજે 4:00 વાગ્‍યાની આસપાસ એક્‍સાઈઝ નિરીક્ષક શ્રી અવિનાશ કુમ્‍ભાકર, શ્રી અંકિત ગુપ્તા અને એક્‍સાઈઝ ગાર્ડ શ્રી વિજય પાલ, શ્રી રાહુલ સોલંકી અને શ્રી સ્‍વરાજ સિંહને પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્‍પદ ગાડી નંબર ડીડી-03 કે 6836 જોવા મળી હતી. જેનો પીછો કરતા નાની દમણ જેટી પાસે ગાડી એક ગોડાઉનમાં ગઈ હતી. એક્‍સાઈઝ વિભાગે તાત્‍કાલિક તે ગોડાઉન ઉપર છાપો મારતા ખબર પડી કે ગોડાઉનમાં મોટી માત્રામાં દારૂ જમા કરવામાં આવ્‍યો છે. આ અચાનક તપાસમાં એક્‍સાઈઝ વિભાગને કુલ 2544 દારૂની બોટલ જપ્ત કરવામાં સફળતા મળી હતી.
એક્‍સાઈઝ વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ આબકારી જકાત અધિનિયમ 1964 અને જકાત નિયમ 2020 મુજબ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

મનુષ્‍ય અથવા જીવને ભગવાન શિવ તરફ લઈ જવાનો સૌથી પવિત્ર માર્ગ છે શિવ મહાપુરાણની કથાઃ પ.પૂ.મેહુલભાઈ જાની (ખેરગામવાળા)

vartmanpravah

‘લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ’: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

vartmanpravah

Leave a Comment