October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરપંચ લખીબેન પ્રેમાની અધ્‍યક્ષતામાં મળેલી મગરવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાનને આપવામાં આવેલી સર્વાનુમત્તે મંજૂરી

  • ગ્રામસભામાં રખડતા ઢોરોના મુદ્દે ગ્રામજનોએ ઠાલવેલો આક્રોશ

  • ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને પોતાની જમીનમાં ઘર બનાવવા માટે ઉદાર નીતિ બનાવવા ઉઠેલી માંગઃ જમીન એન.એ. કે પ્‍લાન પાસ કરવાની સત્તા ગુજરાતની તર્જ ઉપર દમણના સરપંચોને આપવા ગામલોકોએ ઉઠાવેલો મુદ્દો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06: ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અંતર્ગત મગરવાડા ગ્રામ પંચાયતની ગ્રામ સભા સરપંચ શ્રીમતી લખીબેન પ્રેમાની અધ્‍યક્ષતામાં મળી હતી. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણના વિકાસ ઘટક અધિકારી શ્રી પ્રેમજીભાઈ મકવાણા, દમણ જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ વિભાગના સહાયક ઈજનેરશ્રી સંદિપભાઈ તંબોલી સહિત અન્‍ય વિભાગોમાંથી આવેલા અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
દમણના વિકાસ ઘટક અધિકારી શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવી રહેલા 7 મકાન અને બીજા 18 થી 20 મકાનો પણ થોડા સમયમાં મંજૂર થઈ જશે એવી માહિતી ગ્રામજનોને આપી હતી. તેમણે મગરવાડા ગ્રામ પંચાયતના વિવિધ વિકાસ કામોની પણ વિગતવાર જાણકારી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે મગરવાડા ગામમાં ઘણા સમયથી વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાના નિરાકરણ માટે તે જગ્‍યાએ ગટરનું કામ ચાલુ થઈ ગયું હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, રસ્‍તાના કામો પણ શરૂ થઈ ગયા છે.
ગ્રામસભામાં ગ્રામજનોએ રખડતા ઢોરોના મુદ્દે પોતાનો આક્રોશ ઠાલવ્‍યો હતો. તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાં પોતાનું ઘર કે દુકાન બનાવવા માટે એન.એ. તથા પ્‍લાન પાસ કરવાના રખાતા આગ્રહની ફેરવિચારણા કરવા ગ્રામજનોએ રજૂઆત કરી હતી. ગ્રામજનોએ જણાવ્‍યું હતું કે, બાપના દિકરાઓનો પરિવાર વધતા તેઓ પોતાની જગ્‍યામાં જ ઘર બનાવવાના છે અને નાનુ-મોટું દુકાન નાંખી રોજગારી ઉભી કરવાના છે ત્‍યારે પ્રશાસન દ્વારા ખેડૂતોને પોતાની જમીનમાં જ મકાન બનાવવા રોકવાની અપનાવાતી નીતિસામે નારાજગી વ્‍યક્‍ત કરી હતી અને ગુજરાતની જેમ પંચાયતને એન.એ. અને મકાન બાંધવા માટે પ્‍લાન પાસ કરવાની મંજૂરી આપવા ભલામણ કરી હતી.
ગ્રામજનોએ શાળા-કોલેજમાં ભણતા એસ.સી., એસ.ટી., ઓબીસીના વિદ્યાર્થીઓને લાંબા સમયથી સ્‍કોલરશીપ નહીં મળી રહી હોવાની ફરિયાદ પણ ઉઠાવી હતી.
મગરવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી જીજ્ઞેશભાઈ પટેલે ગ્રામ સભાની કાર્યસૂચિ મુજબ ગત વર્ષના ફિજીકલ પ્રોગ્રેસ, ફંડ યુટીલાઈઝેશન તથા ચાલુ વર્ષની સ્‍કીમની અમલીકરણ અને આગામી વર્ષના એક્‍શન પ્‍લાનની ચર્ચા કરી ગ્રામસભામાં સર્વાનુમત્તે મંજૂર કરાઈ હતી.
આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ગ્રામજનોએ હાજરી નોંધાવી હતી.

Related posts

દાનહ-રખોલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ચીખલી થાલાની ગેરેજમાં ચોરીઃ ચોરટાઓ સીસીટીવી કેમેરોનું ડીવીઆર પણ ચોરી ગયા

vartmanpravah

દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડના 73 સભ્‍યોને રાજ્‍યના સર્વોચ્‍ચ સન્‍માન રાજ્‍ય એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

દાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણના કલેક્‍ટરાલયમાં યોજાઈ આધાર મોનીટરીંગ કમિટીની બેઠકઃ આધાર અપડેટ હશે તો જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

Leave a Comment