Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

3 ડિ.વાય.એસ.પી., 7 પી.આઈ., 22 પી.એસ.આઈ., 222 પોલીસ, હોમગાર્ડ અને લશ્‍કરી જવાનોનો ચુસ્‍ત બંદોબસ્‍ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ સરકારી એન્‍જિનિયરિંગ કોલેજમાં આવતીકાલ તા.08 ડિસેમ્‍બર ગુરૂવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે તે માટે વહિવટી તંત્ર દ્વારા આયોજન કરી દેવામાં આવ્‍યું છે.
વિધાનસભાની વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા મળી કુલ પાંચ બેઠકોની મતગણતરી હાથ ધરાશે. જેમાં બેઠક વાઈઝ 14-14 ટેબલ ગોઠવાયા છે. પ્રારંભ સવારે 8:00 કલાકે થશે. શરૂઆતમાં પોસ્‍ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે. ગણતરીમાં વલસાડ બેઠક 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ અને ઉમરગામમાં 20 રાઉન્‍ડમાં ગણતરી પૂર્ણ કરાશે. ચૂંટણી ગણતરી દરમિયાન 3 ડિ.વાય.એસ.પી., 7 પી.આઈ., 22 પી.એસ.આઈ., 222 પોલીસ, હોમગાર્ડ તથા લશ્‍કરી દળના જવાનો તહેનાત રહેશે. મતગણતરીને વિશેષ માહિતી આપવામાટે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. મતગણતરી સંવેદનશીલ બાબત હોવાથી વહીવટી તંત્રએ ક્‍યાંય કચાશ બાકી રાખી નથી. હાર, જીતના પરિણામ બાદ કાર્યકરો દ્વારા કોઈ ગેરરીતી ના થાય તેની ઉપર પોલીસની બાજ નજર રહેશે.

Related posts

દાનહના મસાટ ગ્રા.પં.ની વિવિધ સમસ્‍યાથી જિ.પં. પ્રમુખ નિશા ભવરને રૂબરૂ કરાયા

vartmanpravah

વાપી બાર એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર: આગામી તા.17મી ડિસેમ્‍બરના રોજ મતદાન યોજાશે

vartmanpravah

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 ઓક્ટોબરે લેવાનારી જીપીએસસીની પરીક્ષા અંગે કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક યોજી, તટસ્થ રીતે કામગીરી કરવા સૂચના આપી

vartmanpravah

વાપીના છીરી, બલીઠા, છરવાડા, ચણોદ જેવા ગામોમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ધમાકેદાર રેલીઓ યોજાઈ

vartmanpravah

ચીખલીના વંકાલ ગામે તળાવમાં પાણી સુકાતા આગેવાનો દ્વારા તળાવમાં પાણી છોડવા અંબિકા વિભાગને આવેદનપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment