Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

વલસાડ સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે : બપોરે 3 વાગ્‍યા સુધી પરિણામ આવી જશે : ચુસ્‍ત બંદોબસ્‍ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લાની પાંચી વિધાનસભા બેઠકની સામાન્‍ય ચૂંટણીનું મતદાન ગત તા.01 ડિસેમ્‍બરના રોજ પૂર્ણ થયું હતું. વર્તમાન ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, આપ અને અપક્ષ મળી કુલ 35 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. તા.01 ડિસેમ્‍બરે મતદારોએ 1823 ઈવીએમમાં મત નાખીને 35 ઉમેદવારોનું ભાવિ કેદ કર્યું હતું. આવતીકાલ 8મી ડિસેમ્‍બરના રોજ વલસાડ સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં જ્‍યાં સ્‍ટ્રોંગ રૂમ હતો ત્‍યાં મત ગણતરી સવારે 8:00 કલાકે હાથ ધરાશે. બપોરે 3 વાગ્‍યા સુધીમાં પાંચ બેઠકોનું પરિણામ સંભવતઃ આવી જશે. આવતીકાલના ગુરુવારના દિવસે મતદારોના ચુકાદો આવી જશે. 35 ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ જશે. કાયદો વ્‍યવસ્‍થા અને જાહેર સલામતિ અપલક્ષમાં મતગણતરી કેન્‍દ્ર આસપાસ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ખડકી દેવામાં આવશે.
મતગણતરીના પૂર્વ દિવસે આજે સમગ્ર જિલ્લામાં પરિણામ અંગેની ઉત્તેજના સાથે પાનના ગલ્લે અને સલુનોમાં અનેક તર્કવિતર્કો ઘરેલુ રાજકીય પંડિતો પોતપોતાની ડીંગ હાંકતા જોવા મળ્‍યા હતા. વલસાડની પાંચ બેઠકો પૈકી ધરમપુર 64.77 ટકા, વલસાડ61.33 ટકા, પારડી 63.35 ટકા, કપરાડા 75.17 ટકા અને ઉમરગામ 61.75 ટકા મતદાન થયું છે. 2017 ની ચૂંટણી કરતા 2022માં એવરેજ બેઠકો ઉપર 3 થી 13 ટકા મતદાન ઘટયુ છે. પરંતુ 2022ના સમિકરણો અલગ છે. 2017માં માત્ર દ્વિપાંખીયો જંગ હતો જ્‍યારે 2022માં ત્રિપાંખીયો અને ચતુર્થ પાંખીયો જંગ ખેલાયો હતો. તેથી દેખીતી રીતે જ ભલુ મતદાનની ટકાવારી ઘટી પણ મતોનું ધ્રુવીકરણ ચોક્કસ થયું હોવાથી તેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે. ફક્‍ત ધરમપુર, કપરાડામાં રિવરલીંકનો મુદ્દો રહ્યો છે. બાકી ત્રણ બેઠકો માટે કોઈ પ્રભાવી મુદ્દો હતો નહીં. જોવુ એ રહેશે કે આવતીકાલે કહી ખુશી, કહી ગમના દૃશ્‍યો જોવા મળશે. અંતે મતદારોનો ચુકાદો જે આવે તે 35 ઉમેદવારોએ માથે ચઢાવવો જ રહ્યો.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્‍યમિક શાળા મસાટ ખાતે બે દિવસીય ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

મસાટથી માલસામાન ભરેલ ટેમ્‍પોની ચોરીના બે આરોપીઓની દાનહ પોલીસે ધરપકડ કરી

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત જાહેર થયેલી સ્‍વચ્‍છ ગ્રામ પંચાયત

vartmanpravah

સેલવાસના નક્ષત્ર વન નજીકથી 15 ફૂટ લાંબો અજગર પકડી જંગલમાં છોડવામાં આવ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી સાથે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો ઉપર મનનીય ચર્ચા-વિચારણાં

vartmanpravah

Leave a Comment