Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલાના અધ્‍યક્ષ સ્‍થાને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની દમણ અશોકા હોટલ ખાતે ચોથી બોર્ડ તથા જનરલ મિટિંગ મળી હતી. છેલ્લા છ મહિના દરમિયાન નવા પ્રેસિડેન્‍ટ બન્‍યા બાદ લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લે મેગા મેડિકલ કેમ્‍પ, મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ દ્વારા 200 થી વધારે બ્‍લડ યુનિટ, 20 હજાર જેટલા રિપ્‍લાન્‍ટેશન, 3 હજાર જેટલા ડાયાબીટીસ દર્દીઓનું ચેકઅપ, ધરમપુર જેવા અંતરિયાળ વિસ્‍તારોમાં મેડિકલ કેમ્‍પ, સિનિયર સિટીઝનો માટે મેડિકલ કેમ્‍પ જેવા અનેક સેવાકીય કર્યોને લઈ આકાશને આંબી રહી છે.
પોતાના આ સેવાકીય કાર્યોને અવિરત આગળ ધપાવતા ફરી એકવાર મેગા મેડિકલ કેમ્‍પ, હેલ્‍પિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને મહેતા હોસ્‍પિટલ સાથે મળી આયુષ્‍યમાન કાર્ડ અભિયાન, સિનિયર સિટીજન મેડિકલ કેમ્‍પ જેવા અનેક સેવાકીય કાર્ય કરવા જઈ રહી હોય આ કાર્યની સંપૂર્ણ રૂપરેખા પોતાના લાયન્‍સ સભ્‍ય સાથે મળી આજની બોર્ડ મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં આ તમામ સેવાકીય કાર્યો અમલમાં મૂકવામાં આવશે આ બોર્ડ મિટિંગમાં 90 ટકાથી વધારે સભ્‍યો હાજર રહી પોતાના ક્‍લબનાપ્રેસિડેન્‍ટ પર વિશ્વાસ જગાવ્‍યો હતો. સાથે સાથે પ્રેસિડન્‍ટ નલવાલાએ પોતાનો કાર્યકાળ સંભાળ્‍યા બાદ પોતાની ક્‍લબના સભ્‍યોની જન્‍મદિવસ નિમિતે તેઓને મોમેંટો તથા સન્‍માન કરી એક નવો ચીલો ચીતર્યો છે.
કલબને ખૂબ ટુંકા ગાળામાં ત્રણ જેટલા એવોર્ડ જેમાં ડિસ્‍ટ્રિક્‍ટ કેબિનેટ સેક્રેટરી પ્રેમલસિંહ ચૌહાણને એક્‍સિલન્‍ટ પર્ફોમન્‍સ તથા પિંકેશ પટેલને સ્‍પેશિયલ ગ્‍લોબલ અને એક્‍સિલન્‍ટ એવોર્ડ હુમન રાઈટ એમ બે એવોર્ડ મળી કુલ ત્રણ જેટલા એવોર્ડ મળતા તેઓનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ બોર્ડ મિટિંગમાં ખાસ પધારેલ રીજીયન ચેરપર્સન ખૂસ્‍મન ઢીમરવાલાએ ક્‍લબની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, પારડી પર્લની કામગીરી જોતા તેઓ અન્‍ય ક્‍લબો કરતા સૌથી આગળ રહેશે એમાં કોઈ બેમત નથી.
આજની આ બોર્ડ મિટિંગમાં પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલા, કેબિનેટ સેક્રેટરી પ્રેમલસિંહ ચૌહાણ, રીજિયન ચેરપર્સન ખુશ્‍મન ધિમ્‍મર, ઝોન ચેરમેન પિન્‍કેશ પટેલ, સેક્રેટરી પ્રેરણા, ડોક્‍ટર પ્રફુલ મહેતા, ડોક્‍ટર નીલમ મહેતા, ડોક્‍ટર સંદીપ પરમાર, ડોક્‍ટર પ્રિયા પરમાર, શરદભાઈ દેસાઈ, કલ્‍પનાબેન દેસાઈ, ડોક્‍ટર કેવિન મોદી, હિતાક્ષવી મોદી, સમીર દેસાઈ, શાંતિલાલ પટેલ, બળવંતભાઈ પટેલ, કેઝારભાઈ મોહિતભાઈ, મૂર્તુઝા નલવાલા સહિત આ બોર્ડ મિટિંગમાં હાજર રહ્યાહતા.
આ બોર્ડ મિટિંગની આભારવિધિ શરદભાઈ દેસાઈએ કરી હતી.

Related posts

વ્‍યક્‍તિ નહી, વ્‍યક્‍તિનું કામ બોલે છે, શરૂઆતમાં વિરોધ કરનારાઓ આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના બનેલા પ્રશંસક

vartmanpravah

માસ્‍ટર ટ્રેનરોની પાંચ દિવસીય કાર્યશાળાનું સમાપન: સંઘપ્રદેશના શિક્ષણ વિભાગની પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે પ્રતિબદ્ધતા

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

દીવ ખાતે મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સના સાક્ષી બનવા કેન્‍દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, દિલ્‍હી અને લદ્દાખના એલ.જી.નું આગમન

vartmanpravah

દમણના જમ્‍પોર બીચ ઉપરથી બાઈક ચોરાઈઃ ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

વાપીમાં વેપારી બોગસ વેબસાઈટમાં 94 લાખનું ટ્રાન્‍જેકશન કરી સાઈબર ક્રાઈમનો ભોગ બન્‍યો

vartmanpravah

Leave a Comment