Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

દાનહ પીપરીયા સ્‍થિત સન ફાર્માસ્‍યુટિકલની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા, સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝલિમિટેડ કંપનીમાં બે દિવસ માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ છે.
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ વાપીના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતા બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે તારીખ- 9 અને 10 ડિસેમ્‍બર 2022 શુકવાર અને શનિવાર એમ બે દિવસ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટનું આયોજન થયું હતું. આ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ માટેનું સમગ્ર નેતૃત્‍વ કોલેજના આચાર્ય શ્રી ડો. સચિન બી. નારખેડે તેમજ પ્રોફેસર ડૉ. શૈલેષ વી. લુહાર દ્વારા કરવામાં આવ્‍યું હતું, અને સાથે કોલેજના એસોસિયેટ પ્રોફેસર શેતલ બી. દેસાઈ, ભૂમિ એસ. પટેલ અને નેહા એસ. વડગામા તથા આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ઊર્મિ પી. પ્રજાપતિ, વિધિ એન. પટેલ, ધ્રુવી બી. પરમાર અને ક્રિષ્‍ના પી. વૈરાગી કુલ 96 વિદ્યાર્થીઓને લઈ કંપનીની મુલાકાત લીધી હતી.
આ ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝીટનો મુખ્‍ય હેતુ એકેડેમીક અને ઈન્‍ડસ્‍ટ્રીઝના પારસ્‍પરિક સંબંધો વધુ મજબૂત બને તેમજ વિદ્યાર્થીઓને ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝના વર્તમાન દ્રશ્‍ય વિશે માહિતી મળે એ હતો. આ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝિટમાં ઈન્‍ડસ્‍ટ્રીઝના સમગ્ર પાસાઓને આવરી લેવામાં આવ્‍યા હતા. તેમજ જુદા જુદાડીપાર્ટમેન્‍ટની મુલાકાત પણ લેવામાં આવી હતી અને એ ડિપાર્ટમેન્‍ટમાં થતી વિવિધ કાર્યવાહી વિશે પણ વિદ્યાર્થીઓને ઝીણવટપૂર્વક માહિતગાર કર્યા હતા.
આ વિઝીટ દરમ્‍યાન એસોસિયેટ વાઈસ પ્રેસીડેન્‍ટ ઓપરેશન્‍સ શ્રી મુકેશ પટેલ, ઓપરેશન્‍સ હેડ શ્રી દેવેન્‍દ્ર કંસારા, પ્રોડક્‍શન ડીપાર્ટમેન્‍ટના સિનિયર એક્‍ઝીકયુટિવ શ્રી અલ્‍પેશ પટેલ, ગ્રેન્‍યૂલેશન ડીપાર્ટમેન્‍ટના મેનેજર શ્રી મનોજ ચૌધરી અને પેકિંગ ડીપાર્ટમેન્‍ટના એક્‍ઝીકયુટિવ શ્રી મનોજ આહિર તેમજ એચ. આર. ડીપાર્ટમેન્‍ટના જાનવી ભાનુશાલી અને તેમની સમગ્ર ટીમનો સંપૂર્ણ રીતે સહકાર આપવા બદલ કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડેએ આભાર માન્‍યો હતો, તથા શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ ડોકમરડી જૂના બ્રિજની દુર્ઘટનાનો ભોગ બનનાર મુકુલ ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને પ્રદાન કરેલી નાણાંકીય સહાય

vartmanpravah

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment