September 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

સંઘપ્રદેશના પ્રવાસન માટે સીમાચિહ્‍્નરૂપ બનનાર જમ્‍પોરના પક્ષીઘરના નિર્માણમાં કોઈ કચાશ બર્દાસ્‍ત નહીં : પ્રશાસકશ્રીએ અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરને આપેલા જરૂરી દિશા-નિર્દેશો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારે મોટી દમણના જમ્‍પોર બીચ ખાતે બની રહેલ પક્ષીઘરનું નિરીક્ષણ કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન ક્ષેત્ર માટે એક મોટું સીમાચિહ્‍્‌ન બની રહેનાર પક્ષીઘરના નિર્માણ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કોઈપણ પ્રકારની કચાશ કે ક્ષતિ નહીં રહી જાય તે બાબતે પોતે અંગત રસ લઈ રહ્યા છે. ખાસ કરીને મોટી દમણ માટે રામસેતૂ બીચ રોડ બાદ પક્ષીઘર પ્રવાસીઓ માટે મહત્‍વનું આકર્ષણનું કેન્‍દ્ર બનશે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારે સાંજે બારિકાઈથી પક્ષીઘરના નિર્માણનું ફક્‍ત નિરીક્ષણ જ નથી કર્યું, પરંતુ જ્‍યાં જ્‍યાંકચાશ કે ક્ષતિ દેખાઈ ત્‍યાં ત્‍યાં સંબંધિત કોન્‍ટ્રાક્‍ટર અને અધિકારીઓનું ધ્‍યાન પણ દોર્યું અને વિદેશથી આવનારા પક્ષીઓને અનુકૂળ યોગ્‍ય વાતાવરણ મળી રહે તે પ્રકારની વ્‍યવસ્‍થાને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સાથે કાર્યવાહક સલાહકાર શ્રી ગૌરવસિંહ રાજાવત, જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, પ્રશાસકશ્રીના અંગત સલાહકાર શ્રી ડી.એ.સત્‍યા, જાહેર બાંધકામ સચિવ શ્રી સૌરભ મિશ્રા, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા સહિત પ્રશાસનિક અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

vartmanpravah

દેહરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની ગંભીર બેદરકારી સામે પંચાયતના હોદ્દેદારોની રજૂઆત

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામે આદિવાસીઓના પરંપરાગત ભોવાડાની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment