December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાઃ વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને સંપન્ન થયેલી શ્રીફળ વિધિ

દમણના આગેવાન હરિશભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલના યજમાન પદે થનારી ભાગવત કથા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12: શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાના ઉપલક્ષમાં આજે ખેરગામ ખાતે વિશ્વપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને જઈ સમાજના આગેવાનોએ શ્રીફળ વિધિ સંપન્ન કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા દિવંગત વડીલો તથા દિવંગત આગેવાનોની પાવન યાદમાં તેમના મોક્ષાર્થે યોજાનારી ભાગવત કથાના મુખ્‍ય યજમાન તરીકે દમણ જિલ્લાના આગેવાન શ્રી હરિશભાઈ પટેલ અને શ્રી પિયુષભાઈ પટેલે કથાના શ્રીફળ વિધિનો સ્‍વીકાર કર્યો હતો.
ભાગવત કથાના આયોજન માટે ખેરગામના વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને જનારા મહાનુભાવોમાં શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ટ્રસ્‍ટી શ્રી જયંતિભાઈ પટેલ, ટ્રસ્‍ટી શ્રી ચીમનભાઈ પટેલ, ટ્રસ્‍ટી શ્રી ઈશ્વરભાઈ પટેલ, કોળી પટેલ સમાજના ઉપ પ્રમુખ શ્રી ઉમેશ પટેલ, શ્રીમતી શીતલબેન જગદીશભાઈ પટેલ, શ્રી ઉપેન્‍દ્રભાઈ પટેલ, શ્રી મયંક પટેલ, શ્રી હર્ષલ પટેલ, શ્રી સુભાષ પટેલ, શ્રી શીતલભાઈપટેલ, શ્રી અશોક પટેલ, શ્રી પિન્‍ટુ પટેલ, શ્રી મુકેશ પટેલ વગેરેનો સમાવેશ થતો હતો.

Related posts

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

vartmanpravah

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

vartmanpravah

વાપીની બાયર કંપનીની સ્‍ટાફ બસને અકસ્‍માત નડયો : 16 કર્મચારીઓ ઘાયલ

vartmanpravah

સંઘપ્રદેશ વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી દમણમાં નમો પથ ઉપર શાળાના વિદ્યાર્થીઓની યોજાયેલી રેલીઃ દેવકા ઈકો પાર્ક ખાતે વન ભોજનના કાર્યક્રમનું પણ કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment