January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહીના કારણેખેડૂતોમાં ચિંતાનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12: હવામાન વિભાગની આગાહી મુજબ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્‍ચે દાહના કેટલાક વિસ્‍તારોમાં અમીછાંટણા પણ થયા હતા. આમ એક તરફ શિયાળાની ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદના કારણે ભરશિયાળે વાતાવરણમાં ગરમાટાની સાથે સોમાસું જામવાનું હોય એવું પ્રતિત થયું હતું. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમા ચિંતાનો માહોલ જોવા મળ્‍યો છે. કારણ કે, હાલમાં આંબાના વૃક્ષો ઉપર મૌર ખીલી ઉઠયા છે, જે આ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે. સાથે શાકભાજી તથા અન્‍ય શિયાળુ પાકોને પણ નુકસાન થઈ શકે એમ છે. તેથી ધરતીપૂત્રોમા ચિંતાનો માહોલ જોવા મળ્‍યો છે. હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરી હોવાને કારણે વાતાવરણમાં વ્‍યાપેલી મિશ્ર ઋતુથી લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્‍યો છે.

Related posts

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્‍ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

વીજ કંપનીના બેદરકારી ભર્યા કારભારથી ચીખલીના ઘેજ ગામના બીડમાં શેરડીના ખેતરમાં લાગેલી આગ

vartmanpravah

પાલઘર રેલવે સ્‍ટેશન ઉપર મુંબઈ તરફ જતી માલગાડીના ડબ્‍બા ખડી પડતા વાપી રેલવે ફાટકે વાહન ચાલકો અટવાયા

vartmanpravah

Leave a Comment