September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ પીડબ્‍લ્‍યુડી કાર્યાલયથી ન.પા. પ્રમુખના ઘર તરફ જતા રસ્‍તા ઉપર આડેધડ ખડકાયેલો કન્‍સ્‍ટ્રક્‍શન મટેરિયલ: વાહનચાલકો, રાહદારીઓ, રખડતા પશુઓને અકસ્‍માત થવાની ભીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.12: સેલવાસના પીડબ્‍લ્‍યુ કાર્યાલયથી નગરપાલિકા પ્રમુખશ્રીના ઘર તરફ જતા રસ્‍તા ઉપર એલ એન્‍ડ ટી કંપની દ્વારા નવા શાકભાજી માર્કેટના નિર્માણ માટે જરૂરી મટેરિયલ રસ્‍તાની આજુબાજુ આડેધડ ઉતારવામાં આવેલ છે. ઉપરાંત વન વિભાગના કાર્યાલય સામે લોખંડના સળિયાના ભારાઓ જે અગાઉ ગટરલાઈન ઉપર રાખવામાં આવેલ હતા, જેને જે.સી.બી. દ્વારા ઊંચકીને રસ્‍તાની વચ્‍ચે ખડકી દેવામાં આવ્‍યા છે. આ રસ્‍તા ઉપર સિવિલ હોસ્‍પિટલના પાછળના ભાગે નાના બાળકો માટેનો વિભાગ આવેલ છે અને એક ખાનગી હોસ્‍પિટલ પણ આવેલ છે. સાથે એક ખાનગી શાળા પણ આવેલ છે. જેના કારણે આ રસ્‍તો હંમેશા ટ્રાફિકથી ભરેલો રહેતો હોય છે. તેથી જે લોખંડના સળિયા રસ્‍તા ઉપર ખડકી દેવામાં આવેલ છે જેના કારણે અહીંથી પસાર થનારા વાહનચાલકો, રાહદારીઓ તથા રખડતા પશુઓને અકસ્‍માત થવાનો પુરો ભય સતાવી રહ્યો છે. ન કરે નારાયણ ને જો કોઈ અકસ્‍માત સર્જાયો તો તેના માટે જવાબદાર કોણ?

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સદસ્‍યતા અભિયાનનો પ્રારંભઃ હજારો સભ્‍યોએ બાંધી ભાજપની કંઠી

vartmanpravah

vartmanpravah

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા ધો. 3 થીપના શિક્ષકો માટે ત્રિ-દિવસીય beyond basic તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડમાં પરિણિતાને ફોનમાં કહેવાયુ કે તારા પતિને લઈ જા નહીં તો મારી નાખુ છું…. અને યુવાનનો જીવ ગયો

vartmanpravah

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

નરોલીની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ભાજપ-શિવસેનાના પ્રતિનિધિઓએ કરેલો ઉષ્‍માભર્યો આદર-સત્‍કાર

vartmanpravah

Leave a Comment