Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ વિસ્‍તારમાંથી સગીર યુવતી અપહરણ કેસમાં પોસ્‍કો હેઠળ ધરપકડ કરાયેલ આરોપીના વાપી કોર્ટએ જામીન મંજુર કર્યા

આરોપી રાકેશ રામનિવાસ કુશવાની પોલીસે 31 માર્ચે યુપીથી ધરપકડ કરી જેલમાં મોકલી આપ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ઉમરગામ તાલુકામાં ગત તારીખ 25/2/ 2023 ના રોજ ભીલાડ પોલીસ સ્‍ટેશન ખાતે એક ફરિયાદ નોંધાય હતી. જેમાં ફરિયાદીએ જણાવ્‍યું હતું કે પોતાની સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવીને તેની સાથે લગ્નની લાલચ આપી બદ ઈરાદે રાકેશ રામનિવાસ કુશવા તેમના ઘરેથી અપરણ કરી ગયેલ આ માહિતી ભીલાડ પોલીસને મળતા ભીલાડ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
સગીર વયની યુવતીને લઈને ભાગેલા યુવાને અવારનવાર તેઓની સાથે શરીર સંબંધ બાંધેલ હોવાની વાત સામે આવી હતી જેથી પોલીસે ઈ.પી.કો. કલમ 363, 366, 376 (2) એન, તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ સને. 2012ની કલમ 3 (એ)/ 4/ 5 (એલ), 6 મુજબ ગુનો દાખલ કરેલ.
આ આરોપીને શોધવા માટે ભીલાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તારીખ 31/3 /2023 ના રોજ તેઓને ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાનામહ્મદાબાદ તાલુકામાંથી ઝડપી પાડેલ હતો અને ભીલાડ પોલીસ સ્‍ટેશનને લાવી તેમની ધરપકડ કરી વાપી નામદાર કોર્ટમાં તેઓને હાજર કરાયા હતા. બાદમાં તેઓને ભીલાડ પોલીસ વધુ તપાસ માટે લઈ ગયેલ અને તેઓને નવસારી સબ જેલ ખાતે જ્‍યુડિશ્‍યલ કસ્‍ટડીમાં મોકલી આપવામાં આવ્‍યો હતો.
ગત તારીખ 09 ના રોજ આરોપી રાકેશ કુશવાહા પર લાગેલા પોકસો, આઈ.પી.સી. જેવા વિવિધ પ્રકારના જધન્‍ય અપરાધોના ગુન્‍હાના કેશમાં ધારદાર દલીલો તથા અન્‍ય રાજ્‍યોના વિવિધ ચુકાદાઓ ટાંકીને આરોપીને જામીન મુક્‍ત કરાવવા માટે એડવોકેટ યોગેશ રાવલે ધારદાર દલીલ કરતા મેરબાન જજ સાહેબ દલીલો અને આધાર પુરાવાના આધારે પોસ્‍કોના આરોપીને જમીન મુક્‍ત કરેલ હતો.
ભીલાડ પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ આરોપીએ એડવોકેટ યોગેશ રાવળને પોતાની હકીકત જણાવતા યોગેશ રાવલે વાપીની સેશન કોર્ટમાં જજશ્રી સાહેબ સામે ધારદાર દલીલો કરતા રાકેશ કુશવાને જામીન ઉપર મુક્‍ત કરવા માટે જજે હુકમ કર્યો હતો.

Related posts

વાપીમાં ગરદનથી માથામાં ઘૂસી ગયેલ સળિયાને બહાર કાઢી તબીબોએ 5 વર્ષના બાળકને નવજીવન આપ્‍યું

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર તહેવારોમાં વતન જતા મુસાફરોની ભીડ ઉમટી પડી : ભીડને નિયંત્રિત કરવા રેલવે લાચાર

vartmanpravah

વલસાડના નાની સરોણ ગામે દિપડાએ કોઢારમાં પ્રવેશી વાછરડીનો શિકાર કરતા ગામમાં ગભરાટ

vartmanpravah

ચીખલી પોલીસ સ્‍ટેશન પાસે માનસિક બીમાર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah

દાનહમાં છેવાડેના ગામોના સેંકડો આદિવાસી યુવાનો-બહેનોએ વિધિવત કરેલો ભાજપમાં પ્રવેશ

vartmanpravah

Leave a Comment