October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્‍વેટર અર્પણકરાયા

શાળાના 208 બાળકો ઠંડીમાં સ્‍વેટર મળતા ખુશખુશાલ બન્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ધીરે ધીરે ઠંડી પાંખો ફેલાવી રહી છે ત્‍યારે ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકો પાસે સ્‍વેટર જેવી સગવડ ઓછી હોય છે તેથી બાળકોના સથવારે રોટરી ક્‍લબ ઓફ વાપી આગળ આવી છે. વાપી નજીક કોચરવા ગામના પટેલ ફળીયામાં આવેલી પ્રાથમિક શાળાના બાળકોને રોટરી ક્‍લબ ઓફ વાપીએ સ્‍વેટરો અર્પણ કર્યા હતા.
રોટરી ક્‍લબ ઓફ વાપીએ નાની મદદ સ્‍વરૂપે શાળાના 208 જેટલા બાળકોને ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે ગરમ સ્‍વેટર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે રોટરી ક્‍લબ ઓફ વાપી પ્રમુખ હેમાંગ નાયકે જણાવ્‍યું હતું કે, બાળકો એકલા નથી તેમની સાર સંભાળ રખાય છે તેવી પ્રતિતિ બાળકોને થાય છે. આ પ્રસંગે રોટરી સેક્રેટરી જોય કોઠારી, લક્ષ્મણ પુરોહિત, હાર્દિકભાઈ, વિરેન્‍દ્રભાઈ, હરીશભાઈષ કેતનભાઈ, અભયભાઈ અને બોર્ડના સભ્‍યોએ જાતે સ્‍કૂલમાં જઈ બાળકોને સ્‍વેટર અર્પણ કર્યા હતા.

Related posts

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

નાની દમણના રાજીવ ગાંધી સેતૂની બાજુમાં આવેલ ખુલ્લી જગ્‍યામાં ચગાવાતા પતંગોથી પ્રાણઘાતક અકસ્‍માતો સર્જાવાની ભીતિ

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

દાનહની સાયલી ગ્રામપંચાયત દ્વારા કંપનીઓના છોડાતા કેમીકલવાળા પાણી સંદર્ભે પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરાયેલી રજૂઆત

vartmanpravah

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

Leave a Comment