June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા માર્ચ 2022ના રોજથી લોકનિર્માણ વિભાગ આર એન્‍ડ બીના ધ્‍યાનમાં આવેલ કે દમણગંગા નદી પરનો નરોલી રોડનો જૂનો પુલ જર્જરિત થઈ ગયેલ છે અને ઘણાં લોકો આવવા જવા માટે આ જૂના પુલનો ઉપયોગ કરે છે નરોલી રોડ પુલ જૂનો હોવાને કારણે કોઈ અનહોની પણ થઈ શકે એમ છે. આ પુલનું સમારકામ નહીં કરવામાં આવે ત્‍યાં સુધી દંડ પ્રક્રિયા સંહિતા 1973, ત્‍ જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા કલમ 144 અંતર્ગત આદેશ જારી કરી નરોલી રોડનો જૂનો પુલ બંધ રહેશે. આ આદેશ જારી કર્યાના 30 દિવસ સુધી નરોલી રોડના નવા બ્રિજનો જ ઉપયોગ કરી શકાશે. જે કોઈપણ આ આદેશનું ઉલ્લંઘન કરશે તેઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ સજાને પાત્ર ઠરશે.

Related posts

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

જી.ઍચ.સી.ઍલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ઈ.ડી.આઈ.આઈ સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો

vartmanpravah

કરવડ સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમની ધો.10નું 98.04 ટકા પરિણામ

vartmanpravah

ગણેશસિસોદ્રા આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા ઈચ્‍છુક ઉમેદવારો જોગ

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના રોડ કોન્ટ્રાક્ટરો ઍસ.અો.આર. સુધારણાની માંગને લઈ હડતાળ ઉપર

vartmanpravah

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah

Leave a Comment