Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્‍યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી તાલુકાના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હિતેશભાઈ દલપતભાઈ પટેલ સામે વિકાસના કોઈ કામો સમયસર થતા નથી, સભ્‍યોના કામો ધ્‍યાને લઈ કાર્યવાહી થતી નથી, સભ્‍યોને પંચાયતના કામોમાં વિશ્વાસમાં લેતા નથી તેમ જણાવી ડેપ્‍યુટી સરપંચ મીનાક્ષીબેન સહિત તમામ 10 વોર્ડના સભ્‍યો દ્વારા તલાટી શ્રી સંજયભાઈ ચૌધરી સમક્ષ આ વિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ દરખાસ્‍ત ગ્રામ પંચાયતના સભ્‍યો દ્વારા તાલુકા પંચાયતમાં પણ રજૂ કરવામાં આવી છે.
સારવણી ગામના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તને લઈને સારવણી વિસ્‍તારમાં રાજકીય માહોલ ગરમાવા પામ્‍યો છે. અવિશ્વાસની દરખાસ્‍ત બાબતે તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભા કયારે બોલાવવામાં આવશે તે જોવું રહ્યું.

Related posts

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

vartmanpravah

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસદાનો કેલીયા ડેમ 70 ટકા ભરાયો

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment