Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલની પોર્ટુગલ નાગરિકતા હોવાથી પોલીસ સેવામાંથી કરાયેલી હકાલપટ્ટી : સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ દુમ્‍બેરેએ જારી કરેલો આદેશ 

બનાવટી દસ્‍તાવેજોના આધારે પી.એસ.આઈ. બનેલા પંકેશ ટંડેલના સસ્‍પેન્‍શન બાદ હવે પોર્ટુગલ નાગરિકતા હોવાનું વિદેશ મંત્રાલયે જણાવતાં છેવટે પોલીસ વિભાગે સેવામાંથી ટર્મિનેટ કરવાનો કરેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલ પાસેપોર્ટુગલની નાગરિકતા હોવાના કારણે તેમને નોકરીમાંથી ટર્મિનેટ કરવાનો આદેશ સંઘપ્રદેશના ડીઆઈજી શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેએ જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં આઈ.પી.સી.ની 420, 465, 471 કલમ અંતર્ગત દાખલ થયેલા ગુનામાં વિભાગીય તપાસ બાદ પી.આઈ. પંકેશ ટંડેલે બનાવટી દસ્‍તાવેજના આધારે સરકારી નોકરી મેળવી હોવાનું પ્રતિત થતાં તત્‍કાલિન સંઘપ્રદેશના ડીઆઈજીપી શ્રી વિક્રમજીત સિંહે સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો હતો. ત્‍યારબાદ સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલ પાસે પોર્ટુગલની નાગરિકતા હોવાના આરોપ હેતુ સંઘપ્રદેશના ગૃહ વિભાગે 8મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ ભારત સરકારના વિદેશ મંત્રાલય પાસે પત્ર દ્વારા જાણકારી માંગી હતી. જેના સંદર્ભમાં વિદેશ મંત્રાલયે 9મી ડિસેમ્‍બરના રોજ સંઘપ્રદેશ પ્રશાસનના સંયુક્‍ત ગૃહ સચિવને સસ્‍પેન્‍ડેડ પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર પંકેશ ટંડેલ પાસે પોર્ટુગલની નાગરિકતા હોવાનો રિપોર્ટ આપતાં આજે સંઘપ્રદેશના ડીઆઈજી શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેએ પી.આઈ. પંકેશ ટંડેલને તાત્‍કાલિક અસરથી ટર્મિનેટ કરવાનો આદેશ જારી કર્યો હતો.

Related posts

વાપીની બાયર કંપની ખાતે એક્રિલોનાઇટ્રાયલ ઝેરી ગેસનું ગળતર થતાં જિલ્લામાં જિલ્‍લા કલેકટરશ્રી દ્વારા ઓફસાઇટ ઇમરજન્‍સી જાહેર કરાઇઃ ડિસ્‍ટ્રીક ઓફસાઇટ ઇમરજન્‍સી પ્‍લાન અંતર્ગત મોકડ્રીલ યોજાઇ

vartmanpravah

વલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યો

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડના નંદીગ્રામમાં સાંઈ મકરંદ દવેનીભવ્‍ય જન્‍મ શતાબ્‍દી ઉજવી શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment