Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સરપંચ કિરીટભાઈ મીટનાની અધ્‍યક્ષતામાં આયોજીત વરકુંડ પંચાયતની ગ્રામસભામાં ગામતળાવનું બ્‍યુટીફિકેશન-ફેન્‍સિંગ તથા પાણીની સમસ્‍યાનો ચર્ચાયેલો મુદ્દો

ગામના રસ્‍તાઓનું ટૂંક સમયમાં નવીનિકરણ કરવામાં આવનાર હોવાની જિ.પં.સભ્‍ય નવીનભાઈ પટેલે આપેલી ખાત્રી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : શનિવારે વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ પી. મીટનાની અધ્‍યક્ષતામાં મિટના સમાજ કોમ્‍યુનીટી હોલ, મેડી ફળિયા ખાતે ‘સબકી યોજના, સબકા વિકાસ’ ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અંતર્ગત મળેલી ગ્રામસભામાં લોકોએ પોતાની વિવિધ સમસ્‍યાઓનો પડઘો પણ પાડયો હતો. વરકુંડ ગ્રામ પંચાયતના વિકાસ માટે વિચાર-વિમર્શ પણ કરવામાં આવ્‍યો હતો.
વરકુંડ ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી પર્યન્‍ત જાની ગ્રામસભાની કાર્યસૂચિ મુજબ ગત વર્ષના ફિઝિકલ પ્રોગ્રેસ, ફંડ યુટીલાઈઝેશન, ચાલુ વર્ષની યોજનાઓનું અમલીકરણ તથા અગામી વર્ષના એક્‍શન પ્‍લાનની ચર્ચા કરી આવનારા 2023-24ના વર્ષ માટેનો ગ્રામપંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન ગ્રામજનોની સમક્ષ રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરાયો હતો.
આ પ્રસંગે દમણ જિલ્લાના વિકાસ ઘટક અધિકારી શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પંચાયત વિસ્‍તારમાં થઈ રહેલા વિકાસ કામો અને નવનિર્માણની જાણકારી આપી હતી. તેમણે ગામમાં ચાલી રહેલી સફાઈ પ્રવૃત્તિમાં જન ભાગીદારીને સામેલ કરવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે નવા પંચાયત ઘરોના નિર્માણ અંગે પણ માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે ગામમાં ટૂંક સમયમાં રસ્‍તાઓના નવીનિકરણનું કામ કરવામાં આવનાર હોવાની માહિતી આપી હતી.
આ પ્રસંગે વરકુંડ વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી સદાનંદભાઈએ શુદ્ધ પીવાના પાણીના નિરાકરણ માટે તેમજ નવા પંચાયત ઘરના નિર્માણ બાબતે વિસ્‍તૃત ચર્ચા કરી હતી.
દમણ જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ વિભાગ દ્વારા પંચાયત હસ્‍તકના ગત વર્ષે મંજૂર થયેલા કામો તેમજ આવનાર સમયમાં નવા રોડના નિર્માણ, ગટરનું નિર્માણ, પંચાયત ઘરનું નિર્માણ બાબતે માહિતી આપી હતી.
કૃષિ વિભાગના અધિકારી શ્રી પી.એલ.બાગડાએ ખેડૂતો માટેની સરકારની વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી કિસાન સમ્‍માન નિધિ, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના તેમજ કિસાનક્રેડિટ કાર્ડ વગેરે બાબતે વિસ્‍તૃત માહિતી આપી હતી.
ગ્રામસભાના અંતે ગ્રામજનોએ વિવિધ વિભાગના અધિકારીઓ સમક્ષ પોતપોતાના વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓ જેમ કે, વરકુંડ ગામતળાવનું બ્‍યટુફિકેશન કરવા તથા તેની ફરતી ફેન્‍સિંગ કરવા અને પાણીના નિરાકરણ બાબતે રજૂઆતો કરી હતી.
ગ્રામસભામાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતના અધ્‍યક્ષા શ્રીમતી વર્ષિકાબેન પટેલ, જાહેર બાંધકામ વિભાગના સહાયક ઈજનેર શ્રી સંદિપભાઈ તંબોલી, પાણી વિભાગના સહાયક ઈજનેર શ્રી રવિન્‍દ્ર સોલંકી તથા અન્‍ય વિભાગોથી આવેલા અધિકારીઓ, પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી સરગમ આર્ટ એકેડમી સ્‍ટુડન્‍ટના ચિત્રોનું ગોવામાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી

vartmanpravah

વાપી પાલિકાની સામાન્‍યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું

vartmanpravah

જીઆઇડીસી કેન્‍દ્ર શાળા-વાપીના શિક્ષિકા કલાવતીબેનનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની ભીલાડ ખાતે કોર કમિટીની મળેલી બેઠક

vartmanpravah

Leave a Comment