January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડીમાં રાત્રી ચૌપાલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05
આજરોજ મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી મહ્યાંવંશી ફળીયા ગામે રાત્રી ચૌપાલનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રશાસન દ્વારા સોલિડ વેસ્‍ટ ( હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) બાયલોઝ 2021 ની જાણકારી આપવામાં આવી હતી. જેમાં ઉપ સરપંચ અરૂણા મગનલાલ, પંચાયત સભ્‍ય શ્રી દિલીપભાઈ પટેલ, સેક્રેટરી અંકિતા પટેલ તેમજ ગ્રામજનો હાજર રહ્યા.
આ ચૌપાલ દરમ્‍યાન ગામના લોકોને ઉત્‍પન્ન કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ, નોન બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, જોખમી કચરો, બાયો મેડિકલ વેસ્‍ટ, કન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ અંગે જાણકારી આપવામા આવી હતી. પંચાયત ક્ષેત્રમાં સ્‍વચ્‍છતા અંગે દેખભાળ માટે પંચાયત દ્વારા બનાવવામા આવેલ વોટ્‍સએપ ગ્રુપ અંગે પણ જાણકારી આપવામા આવી હતી. જેમાં સરપંચ, ચૂંટાયેલા સભ્‍ય અને પંચાયત સચિવ સામેલ છે.
ઉપરાંત ગ્રામજનોને સૂચનાત્‍મક પેમ્‍ફલેટ પણવિતરણ કરવામા આવ્‍યા હતા. જેમા બાયો ડિગ્રેડેબલ અને રિસાયકલ કચરો, બાયો મેડિકલ કચરા અંગે જાણકારી હતી. ગામના લોકોને સ્‍વચ્‍છતાની સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે આગ્રહ કરવામા આવ્‍યો હતો. સામાન્‍ય જનતાને સ્‍વચ્‍છતા સુવિધાઓનો ઉપયોગ કરવાની સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે પણ સંવેદનશીલ બનાવવામાં આવી હતી.
આ રાત્રિ ચૌપાલમાં પંચાયતના સરપંચ અને પંચચાયત સચિવ અને સામાન્‍ય જનતાને સૂચિત કરવામા આવી હતી કે, તા.26મી જાન્‍યુઆરી આ પ્રકારની સાપ્તાહિક આવી રાત્રિ ચૌપાલનું આયોજન કરવામા આવે કે જેથી જનતાને સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ ઉપનિયમ 2021અંગે જાગળત કરી શકાય અને ઉપનિયમ અને સ્‍વચ્‍છતાને જનભાગીદારી આંદોલન બનાવી શકાય

Related posts

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત એમ. કોમ અંગ્રજી માધ્યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

સંઘપ્રદેશ દમણ ભાજપના યુવા નેતા અને આસામ રાજ્‍યના ઓબીસી મોરચાના પ્રભારી રાષ્‍ટ્રીય ભાજપાએ વિશાલભાઈ ટંડેલને ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી તરીકેની સોંપેલી જવાબદારી

vartmanpravah

સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની અફવાની વિગતો બહાર આવી

vartmanpravah

દાનહના ઔદ્યોગિક એકમોમાં વધી રહી છે દુર્ઘટનાઓની સંખ્‍યાઃ ફેક્‍ટરી ઈન્‍સ્‍પેક્‍ટરની કાર્યશૈલી પર ઉઠી રહ્યા છે સવાલો

vartmanpravah

ભણતરથી કંટાળી પારડીના યુવાને ગોવાની વાટ પકડી: સોશિયલ મીડિયાના સહારે યુવાનને શોધી કાઢતી પારડી પોલીસ

vartmanpravah

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah

Leave a Comment