બનાવ સ્થળેથી મરૂન કલરનો બે બટનવાળો લેડીઝ કુર્તો મળી આવ્યો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: વલસાડ સાયન્સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલ મળી આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સહજાનંદ સોસાયટીની સામે ખુલ્લા ઝાડી ઝાંખરા વાળા ખુલ્લા પ્લોટમાં સ્થાનિક ક્રિકેટ રમતા છોકરાઓને જોવા મળ્યા હતા.
બનાવ સ્થળેથી હ્યુમન બોડીના માનવ શરિરના અંગો જેવા કે ખોપડી, પાંસળીનો ભાગ, પગના હાડકા, કરોડરજ્જુના ભાગો મળી આવ્યા હતા. બોડીના ભાગો હાડકા સ્વરૂપમાં હતા. બનાવની જગ્યાએથી મરૂન-ગુલાબી કલર જેવું બટનવાળો લેડીઝ કુર્તો મળ્યો હતો. પોલીસે કંકાલના નમુના સુરત ફોરેન્સિક વિભાગમાં મોકલી આપ્યા હતા. જેનુંપોસ્ટમોર્ટમના રિપોર્ટમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ હ્યુમન બોડી આશરે 14 થી 20 વર્ષની છોકરીની છે. જેનું મોત 7 માસ અગાઉ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ હકિકતોની જાણકારી જે તે વાલી વારસોને હોય તો અથવા કોઈ માહિતી મળે તો વલાસડ સીટી પો.સ્ટે. ફોન નં.02632 244233 પર જાણ કરવા અખબારી યાદી દ્વારા જણાવાયું છે.