October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના મસાટ ગામે બોરટીયા પાડામા એક ચાલીમા ગેસ સીલીન્ડરની પાઇપ લાઈન લીકેજના કારણે આગ લાગવાની ઘટનામા ત્રણ યુવાનો 80 ટકાથી વધુ દાઝી ગયા હતા જેઓને વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કર્યા બાદ આ ત્રણે યુવાનોની હાલત ગંભીર હોવાને કારણે મુંબઈની હોસ્પીટલમા સારવાર અર્થે રીફર કરવામા આવ્યા હતા.જ્યા કમલનારાયણ રામગોપાલ પાલ ઉ.વ.22 હાલ રહેવાસી બોરટીયા પાડા,મસાટ મુળ રહેવાસી ભદવાહી,એમ.પી જેનુ સારવાર દરમ્યાન મોત થયુ છે બીજા બે યુવાનો શ્રીરામ સીયારામ બેગાદી ઉ.વ.30 હાલ રહેવાસી મસાટ મુળ રહેવાસી ભળવાહી ઉત્તરપ્રદેશ.અને પિન્ટુ આત્મજન બૈગા ઉ.વ.20 હાલ રહેવાસી મસાટ મુળ રહેવાસી ઉત્તરપ્રદેશ જેઓની હાલત પણ ગંભીર હોવાનુ જાણવા મળેલ છે.

Related posts

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

પતિએ છીનવી લીધેલા ત્રણ માસના દીકરાનું ૧૮૧ અભયમે જનેતા સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

વાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપાયો

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

vartmanpravah

Leave a Comment